

છેલ્લાં કેટલાંક સમયથી સુરતના ડાયમંડ ઉદ્યોગમાં લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ વિશે ડિબેટ શરૂ થઇ છે. ગોવિંદ ધોળકીયાના એક નિવેદનથી લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગમાં ભડકો થયેલો છે. એ પછી ડાયમંડ ઉદ્યોગકાર સેવંતી શાહે પણ લેબગ્રોન પર નિવેદન આપ્યુ હતું કે, લેબગ્રોન ડાયમંડને કારણે નેચરલ ડાયમંડ ઉદ્યોગને કોઇ નુકશાન થયું નથી.


લેબગ્રોનને કારણે નેચરલ ડાયમંડ ઉદ્યોગમાં મંદી આવી છે અને ભવિષ્યમાં લેબગ્રોન ડાયમંડ કિલો અને ટનમાં વેચાશે એવું ગોવિંદ ધોળકીયાએ નિવેદન આપ્યુ હતું. સુરતની ગ્રીન લેબગ્રોન ડાયમંડ કંપનીના મુકેશ પટેલે કહ્યુ હતું કે, લેબગ્રોન અને નેચરલ ડાયમંડમાં કોઇ ફરક હોતો નથી. જો ગોવિંદ ધોળકીયા લેબગ્રોન અને નેચરલ ડાયમંડને નરી આંખો ઓળખી બતાવે તો મારી ઇન્ડસ્ટ્રી એમને ફ્રીમાં આપી દઇશ.

