

દિવગંત ઉદ્યોગપતિ રતન ટાટાની વસિયત જ્યારે જાહેર કરવામાં આવી ત્યારે એક નામે ટાટા પરિવાર સહિત બધાને ચોંકાવી દીધા છે. વસિયત નામામાં એક નામ છે મોહીની મોહન દત્તા જેમને 500 કરોડ રૂપિયા આપવાની વાત વસિયતમાં લખવામાં આવી છે. ત્યારે લોકોને એ જાણવામાં રસ છે કે આ મોહીની દત્તા કોણ છે?
મોહીની દત્તાની રતન ટાટા સાથે મુલાકાત 1960માં જમશેદપુર ડીલર્સ હોસ્ટેલમાં થઇ હતી. દત્તાએ એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે રતન ટાટા મને પોતાનો દત્તક પુત્ર માને છે. જો કે વસિયતમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે રતન ટાટાએ ક્યારેય લગ્ન કર્યા નથી કે કોઇને કાયદેસર દત્તક લેવામાં આવ્યા નથી.

જો કે નવાઇની વાત એ છે કે 500 કરોડ મળવા છતા દત્તાએ અસંતોષ વ્યકત કર્યો હતો અને કહ્યું હતું કે બાકીની 650 કરોડની રકમમાં તેઓ એક તૃત્યાંશ રકમ મેળવવા માટે હકદાર છે.


