
પ્રાંતિજ નગરપાલિકા મા ભાજપ-કોંગ્રેસ કોઈ ને બહુમતી નહી મળે
- અપક્ષો મજબૂત સ્થિતિ મા
- ભાજપ ના છ બળવા ખોળો ૨૦ અપક્ષો બાજી મારશે
- ભાજપ ની બાજી બગાડશે અપક્ષો
- ટીકીટ વેચણી મા ભાજપ મહિલા મોરચો સહિત અનેક સમાજોમા નારાજગી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ નગરપાલિકા ની સામાન્ય ચુંટણી મા આ વખતે ભાજપ-કોંગ્રેસ કોઈ ને બહુમતી નહી મળે તો ગઇ ટમ કરતા કોંગ્રેસ વધુ બે સીટ લાવે તેવા એધાન ભાજપ ના છ બળવા ખોળો ૨૦ અપક્ષો ભાજપ ની બાજી બગાડશે

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે યોજાનાર સ્થાનિક સ્વરાજ ની ચુંટણી ને લઈ ને પ્રાંતિજ ખાતે ભાજપ માં ઉકળતો ચરુ જેવી સ્થિત પેદા થઇ છે અને પ્રથમવાર એવુ બન્યુ છે કે પ્રચાર પ્રસાર માટે ગાંધીનગર થી મોટા ગજાના નેતાઓને દોડાવાયા છે તો ૧૬ મી ફેબુઆરીએ ચુંટણી યોજાનાર છે જેમા પાલિકાની ચુંટણીમા ભાજપ જિલ્લા સંગઠન દ્રારા આડેધડ ટીકીટ ની ફાળવણી કરતા ભાજપ માટે હાલતો પ્રાંતિજ પાલિકા મા કબજો જાળવી રાખવા એડી ચોટી નુ જોર લગાવવામા આવ્યુ રહુ છે અને ધારાસભ્ય તથા સાંસદ અને સ્થાનિક સંગઠન નુ ના સાભળતા આજે ભાજપ સામે એક નહી પણ ૨૦ જેટલા અપક્ષો ઉભા થયા છે જેમા ભાજપ દ્રારા જે ભાજપ ને જીતાડી શકે તેવા છ લોકોને ટીકીટ ના આપતા તેવો અપક્ષ ઉભા રહેતા ભાજપ ને કોંગ્રેસ નો ડર નહી પણ પોતાનાજ વિખુટા પડેલ અપક્ષ ઉમેદવારો નો ડર છે જોકે ભાજપ દ્રારા બે દિવસ પહેલાજ છ ભાજપ ના હોદોધરાવતા ભાજપ વિરોધ ઉમેદવારી નોંધાવતા સસ્પેન્ડ કરવામા આવ્યા છે તો બીજી બાજુ અનેક સમાજો ને આ વખતે ભાજપ દ્રારા ટીકીટ ના આપતા લાલચોર થઈ ગયા છે તો ભાજપ દ્રારા યુવા મોરચા મા ટીકીટો ની વેચણી કરી પણ મહિલા મોરચાની એક પણ બહેનો ને ટીકીટ ના આપતા ભાજપ મહિલા મોરચા ની બહેનો પણ એક પણ મીટીંગ કે પ્રચાર પ્રસાર મા જોવા મળી નથી તો વોર્ડ નંબર-૨ મા હિંમતનગર ખાતે રહેતી મહિલા ઉમેદવાર ને ટીકીટ આપતા સ્થાનિક મહિલા ને ટીકીટ ના મળતા વોર્ડ ના રહીશો મા રોષ પણ જોવા મળે છે તો ભાજપ ને પહેલાજ થી પ્રાંતિજ પાલિકા મા સત્તા ગુમાવવાનો અહેસાસ થઈ જતા પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલ , ઇડર ના ધારાસભ્ય રમણલાલ વોરા સહિત ના ધારાસભ્યો ને મેદાને ઉતારી બાજી પટવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે ત્યારે મતદારો ભાજપ થી અસંતોષ અને ટીકીટ ના મળતા કેટલાય સમાજોમા ટીકીટ વેચણી બાદ પોતાનુ મનમનાવી લીધુ હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે ત્યારે હાલતો ભાજપ ના છ બળવા ખોળો ૨૦ અપક્ષો આ વખતે ભાજપ ની બાજી બગાડશે તેમ કહીએ તો નવાઇ નહી
ભાજપે સસ્પેન્ડ કરેલ અપક્ષો મજબૂત સ્થિતિ મા |
---|
દિપ્તીબેન હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , જગદીશભાઇ લચ્છુમલ કિંમતાણી , મનોજ કુમાર રમેશચંદ્ર મોદી , સોનલબેન પંકજ કુમાર મોદી , હાર્દિક કુમાર મીઠાલાલ બ્રહ્મભટ્ટ , મધુબેન અરવિંદ કુમાર પરમાર |
કોંગ્રેસ ની સ્થિતિ કેવી |
---|
કોંગ્રેસ દ્રારા ગઇ ટમ મા એક બેઠક ફાળે થઈ હતી પણ આ વખતે કોંગ્રેસ વધુ બે બેઠક એટલે કે કુલ ત્રણ બેઠક ઉપર કબજો કરે તેવુ દેખાઇ રહ્યુ છે |
જીલ રાવલ પ્રાંતિજ


