પ્રાંતિજ વહીવટી તંત્ર પાલિકાની ચૂંટણી પ્રક્રિયા માટે સજ્જ બન્યું
– ચુંટણી પ્રક્રિયા માટે સ્ટાફ સાથે ૨૬ ઇવીએમ બુથ ઉપર રવાના
– પ્રાંતિજ પાલિકા ના છ વોર્ડ તથા ધડી તાલુકા પંચાયત સદસ્ય ની પેટા ચુંટણી યોજાશે
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે યોજાનાર સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ને લઈને પ્રાંતિજ ખાતે પણ ચૂંટણી અધિકારી દ્વારા સંપૂર્ણપણે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે જેમા ર૬ બુથો ઉપર ૨૬ ઇવીએમ સાથે કર્મચારીઓની ટીમો રવાના કરવામાં આવી









પ્રાંતિજ ખાતે નગરપાલિકા ની ચુંટણી તથા પ્રાંતિજ તાલુકાના ધડી ખાતે તાલુકા પંચાયત ના સદસ્ય ની પેટા ચુંટણીને લઈને પ્રાંતિજ ચૂંટણી અધિકારી અંકિત ભાઇ પટેલ દ્વારા પ્રાંતિજ નગરપાલિકા ના ૨૬ બુથો માટે ૨૬ ઇવીએમ મશીન વિતરણ કરવામાં આવ્યા હતા તો ૬ ઇવીએમ રીઝવલ રાખવામા આવ્યા છે તો ૧૪૬ કર્મચારીઓ મતદાન મથક ઉપર ખડેપગે પોતાની જવાબદારી નિભાવ છે તો ૧૦૫ પોલીસ કર્મચારીઓ સ્ટોગ રૂમ સાથે ખડેપગે જવાબદારી નિભાવ છે તો પ્રાંતિજ ખાતે ૨૩ સંવેદનશીલ બુથ આવેલ છે જેમા ૧૫ હથિયાર ધારી પોલીસ જવાનો સાથે વિડિયો ગ્રાફી થશે તો પ્રાંતિજ તાલુકાના ધડી ખાતે તાલુકા પંચાયત સદસ્ય ની પેટા ચુંટણી માટે આઠ બુથ માટે આઠ ઇવીએમ સાથે ચાર હથિયાર ધારી સાથે પોલીસ જવાનો તથા ૪૦ સ્ટાફ સાથે ટીમ રવાના કરવામા આવી હતી તો ધડી ખાતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જગ છે પ્રાંતિજ પાલિકા મા ભાજપ , કોંગ્રેસ , અપક્ષો વચ્ચે ત્રિકોણીઓ જંગ ખેલાશે તો ૧૬|૨|૨૦૨૫ ના રોજ ચુંટણી યોજાશે અને તારીખ ૧૮|૨|૨૦૨૫ ના રોજ મત ગણતરી યોજાશે
જીલ રાવલ પ્રાંતિજ