fbpx

છત્તીસગઢની સ્થાનિક ચૂંટણીનું પરિણામ: BJPએ કબજે કરી બધી 10 પાલિકા

Spread the love

છત્તીસગઢમાં સ્થાનિક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને શહેરી સરકાર ચૂંટવાના ક્રમમાં ભારે સફળતા મળી છે. રાજ્યની બધી 10 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભાજપે કબજો કરી લીધો છે. તો કોંગ્રેસના સુપડા-સાફ થઈ ગયા છે. રાયગઢથી ચાયવાળા મેયર તરીકે ચૂંટાયા છે. સૌથી મોટી જીત રાયપુરના ભાજપના ઉમેદવાર મિનલ ચોબેએ નોંધાવી છે. મીનલે કોંગ્રેસના દિપ્તી દુબેને 1 લાખ 53 હજારથી વધારે મતથી હરાવી દીધા છે. મિનલ ચોબેએ પાર્ટીના કોર્પોરેટરો અને સમર્થકો સાથે વિજય રેલી કાઢી હતી.

આ સિવાય રાજ્યની 49 નગર પાલિકાઓમાંથી 35 પર ભાજપે જીત મેળવી છે, કોંગ્રેસને માત્ર 8 પાલિકાઓ મળી છે. તો કુલ 114 નગર પંચાયતોમાંથી 81 પર ભાજપે જીત હાંસલ કરી છે તો કોંગ્રેસના ઉમેદવારોએ માત્ર 22 શહેરોમાં જીત હાંસલ કરી છે. રાજ્યના મોટા મ્યુનિસિપાલ કોર્પોરેશનની વાત કરીએ તો દુર્ગમાં અલકા બાઘમારેએ 67,000 મતથી કોંગ્રેસના પ્રેમલતા સાહૂને હરાવી દીધા હતા. તો ધમતરીથી રામૂ રોહરાએ 34,085 મતથી જીત હાંસલ કરી છે.

કોરબામાં સંજુ દેવીએ કોંગ્રેસના ઉષા દેવીને 52,000 મતથી હરાવ્યા હતા. બિલાસપુરમાં ભાજપના ઉમેદવાર પૂજા વિધાનીને  કોંગ્રેસના પ્રમોદ નાયકને 66,179 મતથી હાર મળી છે. રાયગઢમાં ચાયવાળાના નામથી પ્રસિદ્ધ થયેલા ભાજપના ઉમેદવાર જીવવર્ધન ચૌહાણે જાનકી કાટજૂએ 36,365 મતથી હરાવ્યા. રાજનંદગાંવમાં કોંગ્રેસના યુવા ઉમેદવાર નિખિલ દ્વિવેદી ભાજપના પૂર્વ સાંસદ મદુસુદન યાદવથી મોટા અંતરથી હારી ગયા.

જગદલપુરમાં ભાજપના સંજય પાંડેએ મલકીત સિંહ ગેદુને હારનો સામનો કરવો પડ્યો. અંબિકાપુરમાં ભાજપના મંજૂષા ભગતને 11,063 મતથી કોંગ્રેસના ડૉ. અજય તિર્કીને હરાવ્યા. ચિરમિરીમાં કોંગ્રેસના ઉમેદવાર વિનય જાયસ્વાલ 5200 મતથી ભાજપના રામનરેશ રાય સામે હારી ગયા.

10 કોર્પોરેશન, 49 પાલિકા અને 113 નગર પંચાયતોમાં મેયર-કોર્પોરેટર અને અધ્યક્ષ પદો માટે મતોની ગણતરી પૂર્ણ:

મ્યુનિસિપલ કોર્પોરેશન: 10

ભાજપ: 10

કોંગ્રેસ:0

અપક્ષ: 0

નગર પાલિકા: 49

ભાજપ 35

કોંગ્રેસ: 8

AAP: 1

અપક્ષ: 5

નગર પંચાયત: 114

ભાજપ: 81

કોંગ્રેસ: 22

BSP: 1

અપક્ષ: 10

error: Content is protected !!