ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાજપના આંતરીક ડખાનો વિવાદ સામે આવ્યો છે. રાજકોટના મેયર નયના પેઢડીયા સરકારી વાહનમાં મહાકુંભની મજા માણી આવ્યા એને કારણે ભારે હોબાળો મચી ગયો હતો. મહાકુંભમાં સરકારી વાહન ઇનોવા પર કપડા સુકવાયા હોય તેવી તસ્વીર પણ વાયરલ થઇ હતી જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો હતો.
ભારે વિવાદ ઉભો થવાને કારણે મેયર નયના પેઢડીયાએ મહાકુંભ જવાનું 34780 રૂપિયાનું ભાડું ચુકવી દીધું હતું. મેયરે દાવો કર્યો હતો કે, રાજકોટમાં ટીઆરપી આગની ઘટના પછી કેટલાંક લોકો સતત મને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે.કુંભમેળામાં સરકારી ગાડીના ઉપયોગને મુદ્દો બનાવી રહ્યા છે.
મેયરે કહ્યું કે, મહાકુંભમાં મારી પાછળ જાસૂસી કરાવવામાં આવી અને ભાજપના જ એક જૂથે મેયરની કારનો ફોટો વાયરલ કર્યો છે.