fbpx

છોટા ઉદેપુરમાં નગર પાલિકાની ચૂંટણીમાં એક જ પરિવારના 4 ઉમેદવાર મેદાનમાં

Spread the love

ગુજરાતમાં 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. છોટા ઉદેપુર નગર પાલિકામાં એક જ પરિવારના 4 લોકો ચૂંટણીમાં ઉમેદવાર છે અને બધા જુદી જુદી પાર્ટીમાંથી લડી રહ્યા છે. આ પરિવારના પતિ-પત્ની એક જ વોર્ડમાં સામસામે છે.

હાજી ફારુખ મોહમંદ ફોદાના પરિવારના 4 લોકો ચૂંટણી મેદાનમાં છે. હાજુ ફારુખ પોતે 1991થી 6 ટર્મ કોર્પોરેટ રહ્યા છે, જમાં 4 વખત અપક્ષ જીત્યા અને 2 વખત કોંગ્રેસમાંથી આ વખતે તેઓ નિર્માણ મંચ તરફથી વોર્ડ નં 6માં ઉમેદવાર છે. તેમના પત્નીએ અપક્ષ તરીકે આ જ વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવી છે. જ્યારે તેમના 2 પુત્રોમાંથી એક ભાજપ તરફથી અને એક કોંગ્રેસ તરફથી ચૂંટણી લડે છે.

ફોદાએ પોતાનું ફોર્મ રદ ન થાય એટલા માટે પત્નીને અપક્ષમાંથી ઉભી રાખી હતી, પરંતુ તેમનું ફોર્મ રદ ન થયું.

error: Content is protected !!