fbpx

શું ભારતમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે?

Spread the love

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા કરપ્શન પર્સેપશન ઇન્ડેક્સ (CPI)નો એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 180 દેશોના ભ્રષ્ટ્રાચારના રેકીંગ આપવામાં આવ્યા છે. 180 દેશોમાં ભારતનો નંબર 96 છે. 2023માં 93 પર હતો. મતલબ કે ભારતમાં ભ્રષ્ટાટાર વધી રહ્યો છે. ભારતને આ વખતે 100માંથી 38 પોઇન્ટ મળ્યા હતા, 2023માં 39 હતા, 2022માં 40 પોઇન્ટ હતા.

આ સંસ્થા પબ્લીક સેકટરમાં થતા ભ્રષ્ટાચારના રેકીંગ આપે છે.ભારતના પડોશી દેશોમાં પાકિસ્તાન 135મા નંબરે છે, શ્રીલંકા 121માં નંબરે, બાંગ્લાદેશ 149મા નંબરે અને ચીન 76માં નંબર પર છે. સૌથી ઓછો અથવા નહીવત ભ્રષ્ટાચાર છે એવા દેશોમાં ટોચ પર ડેન્માર્ક છે, બીજા નંબર પર ફિનલેન્ડ છે, ત્રીજા નંબર પર સિંગાપોર અને ચોથા નંબર પર ન્યુઝીલેન્ડ છે.

error: Content is protected !!