fbpx

કેન વિલિયમસને વિરાટ કોહલીનો ઐતિહાસિક રેકોર્ડ તોડીને વિશ્વ ક્રિકેટમાં મચાવી હલચલ

Spread the love

ટ્રાઇ સિરીઝ 2025ની ફાઇનલ મેચ ગઈકાલે (14 ફેબ્રુઆરી 2025) પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. જ્યાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન કેન વિલિયમસન માત્ર 34 રન જ બનાવી શક્યો. આમ છતાં તેણે એક વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. તે ODI ફોર્મેટમાં સૌથી ઝડપી 7000 રન બનાવનાર વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે. આ ખાસ બાબતમાં તેણે બીજા કોઈને નહીં પરંતુ ટીમ ઈન્ડિયાના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીને હરાવ્યા છે. કોહલીએ વનડેમાં 7000 રનને 161 ઇનિંગ્સમાં પૂરા કર્યા હતા. જ્યારે વિલિયમસને 7000 રનને 159 ઇનિંગ્સમાં પૂરા કર્યા છે. 

પ્રથમ સ્થાને દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમના પૂર્વ અનુભવી ઓપનિંગ બેટ્સમેન હાશિમ અમલાનું નામ આવે છે. જેણે પોતાની ટીમ માટે 153 મેચ રમીને માત્ર 150 ઇનિંગ્સમાં 7000 રન બનાવ્યા હતા. અમલા પછી બીજા સ્થાને કેન વિલિયમસન આવી ગયો છે. તો એક સ્થાન સરકીને વિરાટ કોહલી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. 

ODIમાં સૌથી ઝડપી 7000 રન બનાવનાર વિશ્વના ટોચના પાંચ બેટ્સમેન 

150 ઇનિંગ્સ – હાશિમ અમલા – દક્ષિણ આફ્રિકા 
159 ઇનિંગ્સ – કેન વિલિયમસન – ન્યુઝીલેન્ડ 
161 ઇનિંગ્સ – વિરાટ કોહલી – ભારત 
166 ઇનિંગ્સ – એબી ડીવિલિયર્સ – દક્ષિણ આફ્રિકા 
174 ઇનિંગ્સ – સૌરવ ગાંગુલી – ભારત 

ફાઇનલમાં 34 રન બનાવીને આઉટ થયો કેન વિલિયમસન

ફાઈનલ મેચમાં ક્રિકેટ ચાહકોને કેન વિલિયમ્સન પાસેથી બીજી શાનદાર ઈનિંગની અપેક્ષા રાખતા હતા. ત્રીજા નંબર પર બેટિંગ કરીને તે પણ સારી શરૂઆત કરવામાં સફળ રહ્યો હતો. પરંતુ તેને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યો નહીં. ટીમ માટે તેણે કુલ 49 બોલનો સામનો કર્યો. આ દરમિયાન, તે 69.39ના સ્ટ્રાઈક રેટથી 34 રન બનાવવામાં સફળ રહ્યો. આ દરમિયાન તેના બેટમાંથી 03 ચોગ્ગા અને 01 છગ્ગો આવ્યો હતો. મેચ દરમિયાન વિપક્ષી ટીમના ઓલરાઉન્ડર સલમાન આગાએ તેને બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

error: Content is protected !!