ગુજરાતના નવા ભાજપ પ્રદેશ પ્રમુખ બનવાનું મૂર્હુત ઘણા સમયથી લટકેલું છે. લોકસભા 2024ની ચૂંટણી પછી સી આર પાટીલને કેન્દ્રીય મંત્રી બનાવ્યા પછી નવા પ્રમુખની વાત ચાલે છે, પરંતુ હજુ સુધી મુરતિયો ફાઇનલ થયો નથી. હવે ગુજરાત પ્રદેશ પ્રમુખની રેસમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી ટોપ પર હોવાનું જાણવા મળ્યું છે.
વિજય રૂપાણીને સરકાર, સંગઠન અને સંઘનો બહોળો અનુભવ છે અને ભાજપનું હાઇકમાન્જ છેલ્લાં કેટલાંક સમયથી રૂપાણીને જુદી જુદી જવાબદારી સોંપીને તાગ મેળવી રહ્યું છે. તાજેતરમાં મહારાષ્ટ્રની ચૂંટણી વખતે પણ રૂપાણીને મોકલાયા હતા. રાજસ્થાનના ભાજપ પ્રમુખની જવાબદારી તેમને સોંપવામાં આવી છે અને પંજાબના પ્રભારી પણ છે.
રૂપાણની સરકાર વખતે કેન્દ્રીય ભાજપ નેતા ભુપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રભારી હતી અને અત્યારે પણ ગુજરાતના નિરિક્ષક છે.