fbpx

ભારતની તિજોરીમાં 663 અબજ રૂપિયાનો વધારો, જ્યારે પાકિસ્તાનને થયું નુકસાન

Spread the love

ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સતત ત્રીજા સપ્તાહે વધારો થયો છે. 7 ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનો વિદેશી હૂંડિયામણ ભંડાર 7.65 અબજ ડોલર વધીને 638.26 અબજ ડોલર થઇ ગયું છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ શુક્રવારે આ માહિતી આપી છે. 31 જાન્યુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે 1.05 અબજ અમેરિકન ડોલર વધીને 630.607 અબજ અમેરિકન ડોલર થઇ ગયું હતું.

રૂપિયાની અસ્થિરતા ઓછી કરવા માટે RBIના વિદેશી મુદ્રા બજારમાં હસ્તક્ષેપ સાથે-સાથે  વેલ્યૂએશનને કારણે તાજેતરમાં ઘટાડો થઈ રહ્યો છે. આ અગાઉ, સપ્ટેમ્બર 2024ના અંતમાં, વિદેશી હૂંડિયામણ ભંડાર વધીને 704.885 અબજ અમેરિકન ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું. RBI દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, વિદેશી મુદ્રા ભંડાર, જે વિદેશી મુદ્રા ભંડારનો એક મુખ્ય હિસ્સો વિદેશી મુદ્રા અસ્તિઓ 6.42 અબજ ડોલર વધીને 544.11 અબજ ડોલર થઈ ગઈ છે.

ડોલરના સંદર્ભમાં ઉલ્લેખિત વિદેશી મુદ્રા સંપત્તિઓમાં વિદેશી હૂંડિયામણ ભંડારમાં રાખવામાં આવેલા યુરો, પાઉન્ડ અને યેન જેવા ગેર અમેરિકન મુદ્રાની વધ-ઘટનો પ્રભાવ સામેલ સમાવેશ થાય છે. સમીક્ષાધીન સપ્તાહ દરમિયાન સોનાના ભંડારનું મૂલ્ય 1.31 અબજ અમેરિકન ડોલર વધીને 72.21 અબજ અમેરિકન થયું. સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) 1.1 કરોડ ડોલર વધીને 17.88 અબજ ડોલર થયા. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આંકડા અનુસાર, સમીક્ષાધીન સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) સાથે ભારતનો અનામત ભંડાર 7.1 કરોડ ઘટીને 4.07 અબજ ડોલર થઈ ગયો છે.

પાકિસ્તાનની તિજોરીમાં ઘટાડો

ભારત ઉપરાંત પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો નોંધાયો છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં 252 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે. આ ઘટાડો બાહ્ય દેવાની ચૂકવણીને કારણે થયો છે. 7 ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં બેંકનો કુલ વિદેશી હૂંડિયામણ ભંડાર આશરે 11.2 બિલિયન અમેરિકન ડોલર રહ્યો. તો, વાણિજ્યિક બેંકોનો વિદેશી હૂંડિયામણ ભંડાર 4.6 અબજ ડૉલર હતો. આ રીતે, પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર 15.8 બિલિયન ડોલર રહ્યો.

error: Content is protected !!