
સાઉથ ગુજરાત પ્રોડકટીવિટી કાઉન્સિલ – SGPC દ્વારા પ્રોડકટીવિટી વીકની ઉજવણીના ભાગરૂપે તાજેતરમાં દિવસે”Innovations & Implementation” સેમિનારનું આયોજન સમૃદ્ધિ ખાતે કર્યું હતુ॰

નેશનલ પ્રોડક્ટીવિટી કાઉન્સિલ જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર હેઠળ આવે છે તેની સાથે સંકળાયેલ, છેલ્લા ૬૫ વર્ષથી કાર્યરત સાઉથ ગુજરાત પ્રોડકટીવિટી કાઉન્સિલ (SGPC) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ” પ્રોડકટીવિટી એન્હેંન્સમેન્ટ” ની થીમ પર પ્રોડકટીવિટી વિક ની તા. ૧૨ થી ૧૮ ફેબ્રઆરી, ૨૦૨૫ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે.પ્રોડકટીવિટી વીકની ઉજવણીના ભાગરૂપે ૧૩મી ફેબ્રઆરી એ સમૃદ્ધી ખાતે “Innovations & Implementation” સેમિનારનું આયોજન કર્યુ હતું.

સમારંભની શરૂઆત સંસ્થાનાં પ્રમુખ નિરવભાઈ રાણા સર્વે મહેમાનો અને સભ્યોને આવકાર્યા હતા, સાથેજ સંસ્થાની પ્રવૃતિ વિશે માહિતી અને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. વક્તાઓ એસબીઆઇ લાઈફ ના વિરેન ભરડવા ઝોનલ એરિયા મેનજર ( ગુજરાત), કૌશિક સરેરકા એરિયા મેનજર(સા. ગુજરાત), જેમીશ વિથલાણી આસિસ્ટન્ટ મેનજર. CSC ગુજરાત ના આસિસ્ટન્ટ મેનજર પાર્થ ડેર અને જીલ્લા મેનેજર CSC સુરત ના તુષાર બેલડીયા આ સર્વે મહેમાંનોનું સંસ્થાના પ્રમુખ નિરવ રાણા, ખજાનચી શદિપેશ શાકવાળા, સભ્ય શરદ ઝગાડે અને નરેશ શાહ તેમજ અન્ય હોદેદારોએ વારાફરતી પુષ્પગુચ્છ અને મોમેંન્ટો દ્વારા સ્વાગત કર્યું હતું.

જીલ્લા મેનેજર CSC સુરત ના તુષાર બેલડીયાએ સરકાર ની નવી યોજના બાબતે સવિસ્તાર માહિતી આપી હતી . SBI લાઇફ ના વિરેન ભરડવા કૌશિક સરેરકા અને જેમીશ વિથલાણી એ ટ્રેનીંગ બાબતે તેમની સરળ ભાષામાં ઊડી સમજણ આપી હતી.

સંસ્થા નાખજાનચી દિપેશ શાકવાળાએ પ્રોગ્રામનું સુંદર સંચાલન કર્યું હતુ. અંતે CSC અને SBI લાઇફ હાજર અને સર્વે હાજર શ્રોતાઓ નો પોતાની આગવી શૈલીમાં આભાર માન્યો હતો.