fbpx

પ્રાંતિજ ખાતે આતંક વાદ વિરોધી પ્રદર્શન

Spread the love

પ્રાંતિજ ખાતે આતંક વાદ વિરોધી પ્રદર્શન

  • પાકિસ્તાન નુ પૂતળા દહન કરી પાકિસ્તાન મુર્દાબાદ ના નારા લાગ્યા
  • સાસંદ સહિત વિવિધ સંસ્થાઓ સંગઠનો ના પ્રમુખો કાર્યકરો વેપારીઓ મોટી સંખ્યામાંઉપસ્થિત રહ્યા
  • જય શ્રી રામ , ભારત માતાકી જય ના નારા ગુંજી ઉઠ્યા

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આતંક વાદ વિરોધી પ્રદર્શન મા પાકિસ્તાન નુ પૂતળા નુ દહન કરી પાકિસ્તાન મુદાબાદના નારા લાગ્યા તો સાંસદ સહિત વિવિધ સંસ્થાઓ , સંગઠનોના પ્રમુખો કાર્યકરો , વેપારીઓ, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કેન્ડલ માર્ચ યોજી ને મૃતકો ને શ્રધ્ધાંજલી અર્પી


જમ્મુ કાશ્મીરના પહલગાવ ખાતે આતંકવાદી દ્વારા કરવામાં આવેલા અંધાધુંધ ગોળીબારમાં દેશના ૨૮ નિર્દોષ નાગરિકોના મોત નિપજ્યા છે ત્યારે નિર્દોષ નાગરિકોની હત્યાને પગલે દેશમાં ભારે આક્રોશ પેદા થયો છે જેના પગલે સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે પણ આજે સવારથીજ સ્વયંભૂ પ્રાંતિજ બજાર સંપૂર્ણ બંધ રાખી આતંકવાદ સામે કડક કાર્યવાહીની માંગ કરાઇ રહી છે તો પ્રાંતિજ ખાતે મુસ્લિમ જમાતો દ્રારા આતંકવાદ ના વિરોધ મા ધંધા રોજગાર બંધ રાખી મૃત્યુ પામેલા પર્યટકો ને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી અને આ માનવતા વિહોણું કૃત્ય કરનારાઓ સામે કડક માં કડક કાર્યવાહી થાય તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરવામા આવી છે તો રાત્રી ના ૭|૩૦ કલાકે પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન થી કેન્ડલ માર્ચ યોજી સુભાષ ચંદ્ર બોજ ના બાવડા સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી અને ત્યા શ્રધ્ધાંજલી અપાઈ હતી અને ત્યારબાદ સુભાષ ચંદ્ર બોજ ના બાવડા આગળજ બે મીનીટ નુ મૌન પાડવામા આવ્યુ હતુ અને ત્યારબાદ પાકિસ્તાન પુતળાની પીટાઇ કરવામા આવી હતી અને પાકિસ્તાન ના પુતળા નુ પૂતળા દહન કરી પાકિસ્તાન મુર્દાબાદ , પાકિસ્તાન કો ગોળી મારો , પાકિસ્તાન ને ફૂકી મારો , ભારતમાતાકી જય , જય શ્રીરામ સહિત ના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયુ હતુ તો આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા , પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જીજ્ઞેશ ભાઇ પંડયા , નટુભાઈ બારોટ , કિષ્ટલ પબ્લિક સ્કૂલ ના પ્રિન્સીપાલ જીતેન્દ્ર ભાઇ પટેલ , નાલંદા સ્કૂલ ના પ્રિન્સીપાલ કેતન ભાઇ પટેલ , પ્રાંતિજ પાલિકા ના પૂર્વ પ્રમુખ નિરવભાઇ પરીખ , પૂર્વ પ્રમુખ જીજ્ઞેશ ભાઇ પંડયા , પૂર્વ કોર્પોરેટર ધવલભાઇ રાવલ , કોર્પોરેટર દર્શિલભાઇ દેસાઇ , સંજયભાઇ પટેલ , મનોજભાઇ મોદી , વિનુભાઇ પટેલ , સમીરભાઈ પટેલ , સુરેશભાઇ રાવલ સહિત વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ સહિત કાર્યકરો વિવિધ સંસ્થાઓ ના પ્રમુખો સંગઠનો ના પ્રમુખો સહિત વેપારીઓ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકો ને શ્રધ્ધાંજલી અપાઈ હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!