પ્રાંતિજ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્રારા કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રધ્ધાંજલી અપાઈ
– ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રાંતિજ શહેર દ્રારા શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો
-ક્ષત્રિય સમાજ ના લોકો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્રારા કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રધ્ધાંજલી અર્પી હતી અને આતંકવાદીઓ સામે કડક મા કડક કાર્યવાહી કરવા માંગ કરી






પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તાર મોટો ઠાકોર વાસ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્રારા કેન્ડલ માર્ચ યોજી ને મૃતકોને અપાઈ શ્રધ્ધાંજલી જમ્મુ કાશ્મીર ના પહલગામ ખાતે આતંકવાદીઓ દ્રારા કરવામા આવેલ અંધાધુંધ ગોળીબાર માં દેશના ૨૮ નિર્દોષ નાગરિકોના મોત નિપજયા છે ત્યારે નિર્દોષ નાગરિકો ની હત્યા ને પગલે દેશમાં ભારે આક્રોશ પેદા થયો છે અને આખા દેશમા આતંકવાદીઓ ને ખતમ કરવા એકસુર અવાજ ઉઠી રહ્યો છે અને ઠેર-ઠેર લોકો ધંધા રોજગાર બંધ પાડી આતંકવાદીઓ કડક મા કડક સજા થાય અને તેવોને ઝડપી પાડી જાહેર મા ફાંસી અપાઈ તેવી માંગ સાથે પ્રાંતિજ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્રારા કેન્ડલ માર્ચ યોજાઈ મૃતકોને શ્રધ્ધાંજલી આપી બે મીનીટ નુ મૌન પાડવામા આવ્યુ હતુ
