
-copy29.jpg?w=1110&ssl=1)
એક IPSની સક્સેસ સ્ટોરી અનેક યુવાનોને પ્રેરણા આપે તેવી છે. ધો. 10માં ઓછા માર્ક્સ આવ્યા તો શાળાએ તેમને કાઢી મુકેલા આ વાત એટલી મોટી અસર કરી ગઇ કે તેમણે મહેનત કરવાની ગાંઠ વાળી અને UPSCની પરીક્ષા પહેલી જ ટ્રાયલમાં ક્રેક કરીને IPS બની ગયા.
ઉત્તર પ્રદેશના IPS અધિકારી આકાશ કુલહરીને ભણવામાં ખાસ રસ નહોતો, તેમના ધો. 10માં ઓછા માર્કસ આવ્યા તો શાળાએ કાઢી મુક્યા. એ પછી આકાશ કુલહરીએ બિકાનેરની કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન લીધું અને ધો. 12ની પરીક્ષામાં એટલી મહેનત કરી કે તેમના 85 ટકા માર્ક્સ આવ્યા.આગળ ઘણું બધુ ભણ્યા પછી 2006માં UPSCની પરીક્ષા આપી અને પાસ થઇ ગયા. આકાશે એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે જિંદગીમાં કોઇ પણ નિષ્ફળતા તમારો રસ્તો રોકી શકતી નથી.