
-copy52.jpg?w=1110&ssl=1)
રેડીમેડ ગારમેન્ટમાં બાંગ્લાદેશમાં જે મુશ્કેલી ઉભી થઇ તેમાં સુરતને મોટો ફાયદો મળી શકે તેમ હતો, પરંતુ આફતના અવસરને સુરત પલટી શક્યું નહીં. ગુજરાત સરકારે વાતોના વડા કર્યા તેમાં સુરતના ગારમેન્ટ ઉદ્યોગને તક મળવી મુશ્કેલ બની.
બાંગ્લાદેશનો ગારમેન્ટ ઉદ્યોગ મુશ્કેલીમાં છે, કારણકે, ભારતે બાંગ્લાદેશ માટે ટ્રાન્સથિપની સુવિધા બંધ કરી દીધી છે અને તેને કારણે બાંગ્લાદેશમાં 170 રેડીમેડ ગારમેન્ટના કારખાના બંધ થઇ ગયા છે અને 40,000 લોકોએ નોકરી ગુમાવી છે.
SGGCIના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતીએ કહ્યુ કે, બાંગ્લાદેશના ગારમેન્ટ ઉદ્યોગ હસ્તગત કરવો હોય તો સુરતમાં વેસ્ટર્ન ઇકો સીસ્ટમ બનાવવી પડે અને વર્ટીકલ ગારમેન્ટ પાર્ક બનાવવો પડે. અમે ગુજરાત સરકારને રજૂઆત કરી હતી, પરંતુ સરકારે કોઇ પગલાં લીધા નથી.