એવું કહેવામાં આવે કે જયા પ્યાર હોય ત્યા વેપાર ન હોય, પરંતુ એક કપલ એવું છે જેમણે પ્રેમ કર્યો લગ્ન કર્યા અને બિઝનેસ પણ સાથે મળીને કર્યો અને 12800 કરોડની કંપની બનાવી દીધી. આ સ્ટોરી શાર્ક ટેન્ક શોમાં જજ તરીકે આવતી ગઝલ અને તેતા પતિ વરુણ અલઘની છે.
ગઝલ તેના સંબંધીને ત્યાં રહેવા ગઇ હતી ત્યારે પડોશમાં રહેતા વરુણ જોડે બાલ્કનીમાંથી બંને એકબીજાને જોતા હતા. પછી મિત્રતા થઇ, પ્રેમ થયો અને તેમણે લગ્ન કર્યા. જ્યારે તેમના ઘરે બાળકનો જન્મ થયો ત્યારે બાળકને ચામડીનો રોગ થયો હતો,જેમાંથી પોતાની કંપની બનાવવાનો કપલને આઇડિયા સુઝ્યો અને 2016માં મામાઅર્થ બેબી કેર પ્રોડક્ટ કંપની ઉભી કરી દીધી અને 12800 કરોડની કંપની બનાવી દીધી.