

ઝાંસીના રક્ષા પોલીસ સ્ટેશનના ડેલી ગામમાં એક રસપ્રદ ઘટના સામે આવી છે, જ્યાં લગ્નના મંડપમાં પહોંચી વરરાજાએ ઉપાડી લેવામાં આવ્યો. પ્રેમિકાએ વરરાજાને પોતાની કારમાં બેસાડ્યો અને સીધો પોલીસ સ્ટેશન લઈ ગઈ, જ્યાં બંને પક્ષો વચ્ચે લાંબી પંચાયત થઈ. પ્રેમિકાએ દાવો કર્યો હતો કે, તેની અને વરરાજા વચ્ચે 10 વર્ષથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. અંતે, સમજૂતી બાદ પ્રેમિકા વરરાજાને લઈને મધ્ય પ્રદેશના દતિયા સ્થિત પોતાના ગામે જતી રહી, જ્યાં બંનેના લગ્ન થવાના છે.

પ્રેમિકાએ જણાવ્યું કે, તે અને વરરાજા સની છેલ્લા 10 વર્ષથી એક-બીજા સાથે રિલેશનશિપમાં હતા. સનીએ તેને લગ્ન કરવાનો વાયદો પણ કર્યો હતું, પરંતુ હવે તે બીજી છોકરી સાથે લગ્ન કરી રહ્યો હતો. જેવી જ તેને આ વાતની જાણ થઈ તે સીધી ત્યાં જઇ પહોંચી, જ્યાં તેના પ્રેમીના લગ્ન થઈ રહ્યા હતા. ગર્લફ્રેન્ડે એક કઠોર નિર્ણય લીધો અને કહ્યું કે તે આવું નહીં થવા દે. પોતાની બધી મહેનત અને મિત્રોની મદદથી, તેણે સનીને લગ્ન સ્થળેથી ઉઠાવ્યો અને પોલીસ સ્ટેશન લઈને પહોંચી હતી.

પોલીસ સ્ટેશનમાં બંને પરિવારો વચ્ચે કલાકો ચાલેલી પંચાયત બાદ, આખરે સનીએ છોકરી સાથે લગ્ન કરવા માટે પોતાની સહમતી આપી. છોકરીએ સની પાસેથી લગ્ન કરવાનો વાયદો લીધો અને તેને મધ્ય પ્રદેશના દતિયા સ્થિત પોતાના ઘરે લઈ ગઈ, જ્યાં હવે તેમના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. રક્ષા પોલીસ સ્ટેશનના અધ્યક્ષ શિવકુમાર કે.એ. જણાવ્યું હતું કે, બંને પક્ષો વચ્ચે સમાધાન થયું અને સમાધાન થયા બાદ, વરરાજા સનીને લઈને તેની પ્રેમિકા પોતાના ગામ દતિયા જતી રહી. હવે ત્યાં બંનેના લગ્ન થશે. પોલીસનું કહેવું છે કે, પૂરી રીતે સમાધાન બાદ મામલો ઉકેલાઈ ગયો છે. આ રસપ્રદ ઘટનાક્રમમાં, બંને પરિવારોની સહમતિથી નિર્ણય લેવામાં થયો.