પ્રાંતિજ ની મદ્રેસામા બાળકો પર અત્યાચાર ગુજારવાનો મામલો
– મદ્રેસા મા રહેલ અન્ય ૩૩ બાળકોને પણ મેડિકલ ચેકઅપ માટે લઇ જવામા આવ્યા
– પ્રાંતિજ સરકારી હોસ્પિટલ મા મેડીકલ ચેકઅપ માટે લઇ જવામા આવ્યા
– મેડિકલ ચેકઅપ બાદ બાળકોને બાળ સુરક્ષા ગુહમા લઈ જવાશે
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ મદ્રેસા ના બાળકો ઉપર અત્યાચાર ગુજારવા મામલો પ્રાંતિજ ખાતે ટોપ ઓફ ટાઉન બન્યો છે અને પ્રાંતિજ પોલીસ દ્રારા બાળક ની ફરિયાદ બાદ ત્રણ મૌલવીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી





પ્રાંતિજ સીનીમા રોડ ઉપર આવેલ એકતા કોમ્પલેક્ષ ના ત્રીજા મારે આવેલ જામિયા દારૂ અહેસાન વકફ મદ્રેસા ના આઠ બાળકોને સંસ્થા ના મૌલવીઓ દ્રારા મારમારવાને લઈ ને આઠ બાળકો સંસ્થામાંથી ભાગી ગયા હતા અને હિંમતનગર ખાતે રેલ્વે પોલીસે રેલ્વે ના ડબ્બામા રડતા બાળકો ને જોઈ ને આશરો આપી કાર્યવાહી હાથધરી હતી જેમા બાળકો ઉપર સંસ્થા દ્રારા અત્યાચાર ગુજાર્યો હોવાનુ જણાવતા આઠેય બાળકો ને હિંમતનગર સિવિલ ખાતે મેડિકલ ચેકઅપ કરવામા આવ્યો હતો જેમ એક બાળક ને વધુ સારવાર અર્થે દાખલ કરવામા આવ્યો હતો અને ત્યારબાદ બાળક ની ફરિયાદ બાદ પ્રાંતિજ પોલીસે ત્રણ મૌલવીઓ સામે ફરિયાદ દાખલ કરતા આ મામલો પ્રાંતિજ ખાતે ટોપ ઓફ ટાઉન બન્યો હતો અને બાળક ની ફરિયાદ ને લઈ ને પ્રાંતિજ પોલીસ દ્રારા ત્રણેય મૌલવીઓ ની ધરપકડ કરી પ્રાંતિજ કોર્ટ મા હાજર કર્યા હતા જયા તેવોને કોર્ટ દ્રારા જામીન ના આપતા જેલ હવાલે કર્યા હતા તો પ્રાંતિજ પોલીસ દ્રારા ત્યારબાદ વધુ તપાસ હાથ ધરી હતી અને શનિવાર ના રોજ ફરી પ્રાંતિજ પોલીસ દ્રારા મદ્રેસા ખાતે તપાસ અર્થે પોહચી હતી અને મદ્રેસા મા રહેલ અન્ય ૩૩ બાળકો ને પણ પ્રાંતિજ સરકારી હોસ્પિટલ સિવિલ ખાતે મેડીકલ ચેકઅપ માટે લઇ જવામા આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી ૩૩ બાળકોને હિંમતનગર ખાતે આવેલ બાળ સુરક્ષા ગુહમા લઈ જવાશે તો પ્રાંતિજ પોલીસ દ્રારા બાળકો ને બાળ સુરક્ષા ગુહ મા મોકલી હજુ વધુ તપાસ હાથ ધરી છે
