fbpx

પહેલગામ ઘટનાના નામે પૂજારી સાથે છેતરપિંડી, પૂજા-પાઠ કરાવવાના બહાને અકાઉન્ટમાંથી ઉડાવી દીધા પૈસા

Spread the love
પહેલગામ ઘટનાના નામે પૂજારી સાથે છેતરપિંડી, પૂજા-પાઠ કરાવવાના બહાને અકાઉન્ટમાંથી ઉડાવી દીધા પૈસા

એક તરફ, જ્યાં પહેલગામ ઘટનાને લઈને દેશવાસીઓમાં દુઃખ અને ગુસ્સો છે, તો કેટલાક લોકો આ ઘટનાના નામે છેતરપિંડી કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના કાનપુરથી પણ આવો જ એક મામલો સામે આવ્યો છે. અહીં સાયબર ઠગોએ એક પૂજારીને નિશાનો બનાવ્યો છે. ચાલો જાણીએ શું છે આખો મામલો.

priest

વાસ્તવમાં, કાનપુરના પનકીમાં રહેતા એક પૂજારીનો ફોન આવ્યો હતો. ફોન કરનાર ઠગે પોતાને ભારતીય સેનાનો અધિકારી બોલી રહ્યો છે. તેણે પૂજારીને કહ્યું કે, લશ્કરની એક ટુકડી કાશ્મીર જઈ રહી છે અને તેના માટે પૂજા કરાવવાની છે. તમને પૂજા-પાઠના રૂપિયા આપવાના છે અકાઉન્ટની ડિટેલ મોકલી આપો. આ રીતે, ઠગે પૈસા આપવાના નામે પૂજારીનો અકાઉન્ટ નંબર લીધો અને પછી તેના અકાઉન્ટમાંથી પૈસા ઉડાવી લીધા. મીડિયા રિપોર્ટ મુજબ, કાનપુરના પનકીના રહેવાસી પૂજારી કૃષ્ણ બિહારી શુક્લા પૂજા-પાઠ અને રુદ્રાભિષેક કરે છે. ગત દિવસોમાં તેમની પાસે એક ફોન આવ્યો હતો. સામેવાળા વ્યક્તિએ કહ્યું કે તે કાનપુર કેન્ટથી સેનાનો અધિકારી બોલે છે. કોલરે ફોન પર પુજારીને કહ્યું કે, પહેલગામમાં થયેલી ઘટના બાદ કાનપુર કેન્ટથી સેનાની એક ટુકડીને કાશ્મીર જવાની છે. તેમના માટે રુદ્રાભિષેક પૂજા થવાની છે.

priest

પૂજારીના જણાવ્યા મુજબ, કૉલરે પોતાના સેનાના મોટા અધિકારી પાસે પણ તેમની પાસે વીડિયો કોલ પણ કરાવડાવ્યો હતો અને પછી પૈસા આપવાના નામ પર તેમનો અકાઉન્ટ નંબર લઈ લીધો. ત્યારબાદ અકાઉન્ટમાંથી બધા પૈસા ગાયબ કરી દીધા. આખરે પૂજારીને ખ્યાલ આવી ગયો કે તે છેતરપિંડીનો શિકાર બની ગયો છે. હાલમાં, પૂજારીએ આ બાબતની ફરિયાદ સાયબર પોલીસ સ્ટેશનમાં કરી દીધી છે. પૂજારીએ આરોપ લગાવ્યો છે કે, ઠગ તેને ધમકાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો તે પોલીસ પાસે જશે તો તેના આખા પરિવારને ખૂબ મોંઘુ પડશે. બીજી તરફ, પોલીસનું કહેવું છે કે આ મામલે કેસ નોંધી લેવામાં આવ્યો છે. પહેલગામ ઘટનાના નામ પર, સેનાના અધિકારી બનીને છેતરપિંડી કરવામાં આવી છે. તપાસ ચાલી રહી છે.

error: Content is protected !!