fbpx

ગૌતમ અદાણીની સેલેરી માત્ર 10 કરોડ, કંપનીના CEOથી પણ ઓછી

Spread the love
ગૌતમ અદાણીની સેલેરી માત્ર 10 કરોડ, કંપનીના CEOથી પણ ઓછી

ગૌતમ અદાણીની સેલરી વર્ષ 2024-25માં 10.41 કરોડ રૂપિયા હતી એવો આંકડો સામે આવ્યા પછી બધા ચોંકી ઉઠ્યા છે. અદાણી ગ્રુપના  CEO કરતા પણ તેમનો પગાર ઘણો ઓછો છે. દેશના અન્ય ઉદ્યોગપતિઓની સરખામણી પણ ઓછો છે.

ગૌતમ અદાણીએ અદાણી ગ્રુપની 9 કંપનીઓમાંથી અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટસમાંથી કુલ 10.41 કરોડની સેલરી મેળવી. તેમની કંપનીના CEO વિનય પ્રકાશની સેલરી 69.34 કરોડ રૂપિયા છે. એ સિવાયના અદાણીની ગ્રુપ કંપનીના CEOનો પગાર પણ વધારે છે.

જો કે, ભલે ગૌતમ અદાણીની સેલરી ઓછી હોય, પરંતુ ગ્રુપ કંપનીમાં તેમનો પ્રમોટર તરીકેનો હિસ્સો મોટો હોવાને કારણે દર વર્ષે ડિવિડન્ડ પેટે ગૌતમ અદાણીને કરોડો રૂપિયાની રકમ મળે છે. શેર- લે વેચમાંથી જે નફો મળે તે અલગ. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી કોરાના પછી કંપનીમાંથી સેલરી લેતા નથી.

error: Content is protected !!