fbpx

હિન્દી ભાષા ફક્ત ભારતમાં નહીં વિશ્વના આ દેશોમાં પણ બોલાય છે

Spread the love

પૃથ્વી પરના તમામ દેશોની સંસ્કૃતિ, પરંપરા, ભાષા અને ખાણી-પીણી અલગ અલગ છે. જેવી રીતે ભારતની એક અલગ સંસ્કૃતિ, પરંપરા ભાષા અને ભોજન છે તેવી રીતે અન્ય દેશો પાસે પણ તેની અલગ સંસ્કૃતિ છે. પણ શું તમને ખબર છે કે જેમ ભારતમાં એક મોટો વર્ગ હિન્દી ભાષા બોલે છે તેવી જ રીતે દુનિયાના અન્ય દેશોમાં ત્યાંના લોકો પણ સૌથી વધુ હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે. આજે અમે તમને જણાવીશું કે ભારત સિવાય અન્ય ક્યાં-ક્યાં દેશોમાં સૌથી વધુ હિન્દી ભાષાનો ઉપયોગ થઇ રહ્યો છે.

હિન્દી ભાષા

તમને જણાવી દઈએ કે વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં હિન્દી ચોથા ક્રમની ભાષા છે. જો આંકડાની વાત કરીએ તો વર્તમાનમાં ભારતમાં કુલ 43.63 % લોકો હિન્દી ભાષા બોલે છે. જ્યારે વિશ્વમાં આશરે 80 કરોડ લોકો એવા છે, કે જે હિન્દી બોલી અને સમજી શકે છે. આટલું જ નહીં પણ ઘણા દેશોમાં લોકો હિન્દી ભાષાનો ઉપયોગ સ્કુલથી લઈ ઓફીસ સુધી કરે છે. આ કારણે હિન્દી ભાષાની લોકપ્રિયતામાં વધારો થઇ રહ્યો છે.

આ દેશોના લોકો કરે છે હિન્દીનો ઉપયોગ

ઘણાલોકો વિચારે છે કે ફક્ત ભારતમાં જ હિન્દી ભાષા બોલાય છે, પણ તે ખોટું છે. ભારત સિવાય જે દેશોમાં હિન્દી બોલાય છે તેમાં પાકિસ્તાન, ભુતાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, મ્યાનમાર, ઇન્ડોનેશિયા, સિંગાપુર, થાઈલેન્ડ, ચીન, જાપાન, બ્રિટેન, જર્મની, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, મોરિશિયસ, યમન, યુગાંડા અને કેનેડા સહીતના દેશોનો સમાવેશ થાય છે.

આ દેશમાં તો છે હિન્દીની બોલબાલા

ફીજી દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલો એક દ્વીપ દેશ છે. જેની સત્તાવાર ભાષા હિન્દી છે. તમને જણાવી દઈએ કે ફીજી ભારતની જેમ જ બ્રિટેન સરકારની ગુલામીમાં રહેલો છે. જ્યારે બ્રિટેને આ દ્વીપને તેના નિયંત્રણમાં લઇ ત્યાં વસાહત સ્થાપી ત્યારે અંગ્રેજો ભારતીય મજુરોને કોન્ટ્રાક્ટ પર શેરડીના ખેતરમાં કામ કરવા માટે લઇ જતા હતા. ફીજીમાં અંગ્રેજી, ફીજી હિન્દી સહિતની અન્ય ભાષાઓનો ઉપયોગ થાય છે. અહીં બોલાતી હિન્દી અવધી ભાષાનું જ સ્વરૂપ છે. ફિજીમાં અવધ પ્રદેશ અને રામાયણનો બોલી પર ઘણો પ્રભાવ છે. અવધમાં વપરાતી શબ્દાવલી આજે પણ અહીં પ્રચલિત છે.

એક રીપોર્ટ અનુસાર 1977માં 255000 ની જનસંખ્યાની સાથે ફીજી મૂળના નાગરીકો અલ્પસંખ્યક થઇ ગયા હતા. 600000 લાખની કુલ જન સંખ્યામાં લગભગ અડધા નાગરીકો ભારતીય મૂળના હતા, જ્યારે બાકીના ચીની, યુરોપિયન અને મિશ્રિત વંશના હતા.

error: Content is protected !!