fbpx

પ્રાંતિજ નગરપાલિકાના પરીણામો જાહેર

Spread the love

પ્રાંતિજ નગરપાલિકાના પરીણામો જાહેર

  • પરીણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમ
  • ભાજપ નો કેસરીયો લહેરાયો
  • ભાજપ ના હાથમાં ફરી પાલિકા ની કમાન્ડ
  • ભાજપ-૧૯ , કોંગ્રેસ-૨ , અપક્ષ-૩
  • કોંગ્રેસ ને ગઇ વખત કરતા એક સીટ વધી

સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે ૧૬મી ફેબ્રુઆરી ના રોજ નગરપાલિકા ની ચુંટણી યોજાઈ હતી જ્યારે ચુંટણી બાદ ૧૮ મી ફેબુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં પરીણામો જાહેર થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મલ્યો હતો તો ભાજપ નો કેસરીયો લહેરાયો હતો અને ઠેર-ઠેર વિજય ઉમેદવારો ના વિજય સર્ધષ નિકળ્યા હતાં

વોર્ડ નંબર – ૧,૨,૩,૪, ભાજપ ની પેનલ આવી

પ્રાંતિજ નગરપાલિકા ની ૬ વોર્ડ ની ૨૪ બેઠકો માટે ની ચુંટણી યોજાઈ હતી જેમાં ભાજપ- કોંગ્રેસ અપક્ષો સહિત ૬૧ ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નોંધવી હતી અને ૧૮|૨|૨૦૨૫ ને રવિવાર ના રોજ ચુંટણી યોજાઈ હતી અને એક દિવસ બાદ તા.૧૮|૨|૨૦૨૫ ને મંગળવાર ના રોજ પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે સવારે ૯ વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં એક પછી એક વોર્ડ ના પરીણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવાં મલ્યો હતો

નગરપાલિકા ના મહિલા પૂર્વ પ્રમુખ મધુબેન અરવિંદ કુમાર પરમાર અપક્ષ નો ભવ્ય વિજય થયો

તો ચુંટાયેલા ઉમેદવારો ને ટેકેદારો દ્રારા ફુલહાર અબીલ ગુલાલ દ્વારા સ્વાગત કરતાં અને ગળે ભેટીને અભિનંદન પાઠવતાં જોવા મલ્યા હતાં તો તાલુકા સેવા સદન બહાર રોડ ઉપર ઠેરઠેર નગરપાલિકા ના વિજય ઉમેદવારો ના સર્ધષ જોવાં મલ્યાં હતાં તો ભાજપ ની ૧૯ બેઠકો આવતાં આ વખતે પણ નગરપાલિકા ભાજપ પાસે રહી છે તો કોંગ્રેસ નો ૨ બેઠક ઉપર વિજય થયો હતો અને ગઇ ટમ કરતા એક સીટ નો વધારો થયો હતો તો ચુંટણી અધિકારી અંકિત ભાઇ પટેલ ના અધ્યસ્થ સ્થાને નિષ્ઠા પૂર્વક મત ગણતરી યોજાઇ હતી

વોર્ડ નં-૧ પરિમાણ
(૧) દક્ષાબેન જીતેન્દ્ર કુમાર મકવાણા – ૧૪૯૧ -ભાજપ
(૨) રેણુકાબેન જીતેન્દ્ર કુમાર રાવળ -૧૪૬૨ ભાજપ
(3) ગોવિંદજી કેશાજી પરમાર – ૧૬૫૯ – ભાજપ
(૪) તોરાજી સુંદરજી વણઝારા- ૧૬૩૭ ભાજપ
પેનલ નો વિજય

વોર્ડ નંબર -૨
(૧) તારાબેન કનુસિંહ રાઠોડ – ૧૦૭૮ ભાજપ
(૨) અનિતાબેન જીજ્ઞેશ ભાઇ પંડયા – ૧૩૩૮ ભાજપ
(૩) અમરીશભાઇ સોમાભાઇ પટેલ – ૧૨૪૫ ભાજપ
(૪ ) પિયુષભાઇ ગોરધનભાઈ પટેલ -૧૧૫૩ ભાજપ
પેનલ નો વિજય

વોર્ડ નં-૩ નું પરિણામ
(૧) ગીતાબેન સંજય ભાઇ પટેલ -૧૨૨૯ ભાજપ
(૨) વર્ષાબેન મુકેશભાઇ સથવાળા – ૧૨૧૧ ભાજપ
(૩) વિપુલ કાન્તીભાઇ ભોઇ – ૮૧૭ ભાજપ
(૪) ગીરીશકુમાર દશરથલાલ પટેલ – ૧૦૧૧ ભાજપ
પેનલ નો વિજય

વોર્ડ -૪ નુ પરિણામ
(૧) સુરેખાબેન દિલીપ કુમાર મકવાણા – ૮૪૧ ભાજપ
(૨) મનિષાબેન અમરીશ ભાઇ સોની – ૭૨૩ ભાજપ
(૩) નિકુંજકુમાર ગોવિંદભાઈ રામી – ૯૨૫ ભાજપ
(૪) દર્શિલ કુમાર નયનભાઇ દેસાઇ – ૮૫૭ ભાજપ
પેનલ નો વિજય
વોર્ડ નંબર-૫ નુ પરિણામ
(૧) નસીમબાનુ કાલુભાઇ બેલીમ – ૧૧૪૮ કોંગ્રેસ
(૨) હાજરાબીબી મ.હાસમ ભાણાવાલા – ૧૦૪૩ કોંગ્રેસ
(૩) મોહંમદ મોહસીન મોહંમદ ઇરફાન છાલોટીયા -૧૫૭૧ અપક્ષ
(૪) અબ્દુલ રહીમ ગુલામ મોહમ્મદ કારકુન – ૮૬૨ અપક્ષ

વોર્ડ નંબર-૬ નુ પરિણામ
(૧) મધુબેન અરવિંદકુમાર પરમાર – ૧૧૮૨ અપક્ષ
(૨) જ્યોત્સના બેન રસિકભાઇ વાધેલા – ૧૨૨૩ ભાજપ
(૩) મહેશ કુમાર કચરાજી મકવાણા – ૧૨૩૯ ભાજપ
(૪) રસિદ ખાન દોલતખાન સુમારા – ૧૨૭૦ ભાજપ

નગરપાલિકા ની કુલ બેઠકો – ૨૪
ભાજપ ની કુલ સીટો – ૧૯
કોંગ્રેસ ની કુલ સીટો – ૨
અપક્ષ ની કુલ સીટો – ૩
ભાજપ ને ગઇ ટમમા ૧૭ બેઠક મળી હતી તો ગઇ ટમ કરતા વધુ બે બેઠક મેળવી
સતત બીજી વખત જીતેલ ઉમેદવારો
દશાબેન જીતેન્દ્ર કુમાર મકવાણા ૧૪૯૧ મતે વિજય થયા તો ગઇ ટમ મા ૧૩૨૫ મતે વિજય થયા હતા
ગોવિંદજી કેશાજી પરમાર ૧૬૫૯ મતે વિજય થયા તો ગઇ ટમમા ૧૪૬૭ મતે વિજય થયા હતા
ગીતાબેન સંજય કુમાર પટેલ ૧૨૨૯ મતે વિજય થયા તો ગઇ ટમમા ૧૧૩૭ મતે વિજય થયા હતા
મોહંમદ મોહસીન મોહંમદ ઇરફાન છોલીટીયા ૧૫૭૧ મતે વિજય થયા તો ગઇ ટમ મા-૧૧૩૫
પ્રાંતિજ તાલુકાના પંચાયત સદસ્ય સીટ ઉપર કોંગ્રેસ ના કુંવરજી બાપુજી પરમાર નો ૬૦ મતો ની સરસાઇ થી વિજય ૧૮૬૪ મતો મલ્યા

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!