fbpx

યુરોપિયન દેશોની ઈમરજન્સી બેઠકમાં શું થયું? શું અમેરિકા વગર આ દેશો કંઈ કરી શકે?

Spread the love
યુરોપિયન દેશોની ઈમરજન્સી બેઠકમાં શું થયું? શું અમેરિકા વગર આ દેશો કંઈ કરી શકે?

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી અને અમેરિકી રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ વચ્ચે વ્હાઇટ હાઉસમાં જે થયું,  આનાથી વૈશ્વિક સ્તરે એક નવા પ્રકારનો તણાવ વધ્યો છે.  ઝેલેન્સકી અમેરિકાથી સીધા બ્રિટન પહોંચ્યા, જ્યાં બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમેરે તેમનું હાર્દિક સ્વાગત કર્યું.  યુક્રેનના સમર્થનમાં બ્રિટનમાં યુરોપિયન નેતાઓની ઈમરજન્સી બેઠક યોજાઈ હતી.

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમેરે રવિવારે લંડનમાં યુરોપિયન નેતાઓની મહત્વપૂર્ણ શિખર સંમેલનનું આયોજન કર્યું હતું.  યુરોપિયન નેતાઓની આ સમિટમાં સ્ટારમેરે યુરોપની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને યુક્રેનને સમર્થનની ખાતરી આપી હતી.  આ સંમેલનનો ઉદ્દેશ્ય રશિયા-યુક્રેન યુદ્ધ ની સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઉગ્ર ચર્ચાના કારણે ઉભી થયેલી પરિસ્થિતિનો ઉકેલ કાઢવાનો હતો.

Ukraine Peace Plan

બ્રિટિશ પીએમે કહ્યું કે યુરોપિયન નેતાઓ વચ્ચે શાંતિ યોજના પર સહમતિ બની છે, જે અમેરિકાને રજૂ કરવામાં આવશે.  યુરોપિયન યુનિયનના નેતાઓ વચ્ચે સહમતિ સધાઈ હતી કે યુક્રેનને મદદ કરવા માટે ડિફેન્સ પાછળ ખર્ચ વધારવો પડશે. 

બ્રિટિશ પીએમ સ્ટાર્મરે શું કહ્યું?

બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મરે કહ્યું કે બ્રિટન, યુક્રેન, ફ્રાન્સ અને અન્ય દેશોએ યુક્રેન શાંતિ યોજના માટે એક થવું જોઈએ.  આ સમય વાત કરવાનો નથી પણ એક્શનનો છે.  આ સમય આગળ વધવાનો અને શાંતિ લાવવાનો છે.

Ukraine Peace Plan

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે બેઠક દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધને લઈને કહ્યું કે યુક્રેન માટે સારી સમજૂતી હોવી મહત્વપૂર્ણ છે કારણ કે આ ખંડના તમામ દેશોની સુરક્ષા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.  આપણે ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન કરવું જોઈએ, જ્યારે નબળા કરારોએ પુતિનને ફરીથી પ્રહાર કરવાની તક આપી.  તે ધ્યાનમાં રાખવું જોઈએ કે યુક્રેન વિના યુક્રેન પર કોઈ વાતચીત થવી જોઈએ નહીં.  અમે સંમત છીએ કે બ્રિટન, ફ્રાન્સ અને અન્ય લોકો યુક્રેન સાથેના યુદ્ધને રોકવાની યોજના પર કામ કરશે, જેની પર અમે યુએસ સાથે વધુ ચર્ચા કરીશું અને સાથે મળીને આગળ વધીશું.

 તેમણે કહ્યું કે યુરોપની સુરક્ષાને લઈને આ પેઢીમાં આ એક ખૂબ જ મહત્વપૂર્ણ તક છે.  પશ્ચિમી દેશોએ યુક્રેનને આપવામાં આવતી સહાય બમણી કરવી જોઈએ.  બ્રિટન યુક્રેનને નવી મિસાઈલ ખરીદવા માટે 1.6 બિલિયન પાઉન્ડની રકમ આપશે.  આ રકમથી પાંચ હજાર એર ડિફેન્સ મિસાઈલ ખરીદવામાં આવશે. 

EU નેતાઓએ શું કહ્યું?

જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝે કહ્યું કે આજની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ હતી.  આ રશિયાના હુમલા સામે ઝઝૂમી રહેલા યુક્રેન માટે યુરોપનું સમર્થન વ્યક્ત કરવાની આ એક તક હતી.

પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્કે કહ્યું કે 50 કરોડ યુરોપિયનો 30 કરોડ અમેરિકન નાગરિકોને વિનંતી કરી રહ્યા છે કે 14 કરોડ રશિયનોથી તેમની રક્ષા કરો.  આ એટલા માટે છે કારણ કે આપણને આપણી જાત પર વિશ્વાસ નથી.

યુરોપિયન કમિશનના અધ્યક્ષે કહ્યું કે આપણે યુરોપને શક્ય તેટલી વહેલી તકે હથિયારથી સજ્જ કરવું પડશે.  આપણે સંરક્ષણ ક્ષેત્રે રોકાણ વધારવું પડશે.  યુરોપિયન યુનિયનની સુરક્ષા માટે આ જરૂરી છે.  આપણે અત્યારે સૌથી ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. 

error: Content is protected !!