શેરબજારમાં અત્યાર સુધી 5 મોટી મંદી આવી હતી જેમાં સૌથી લાંબી મંદી ક્યારે રહી?

Spread the love
શેરબજારમાં અત્યાર સુધી 5 મોટી મંદી આવી હતી જેમાં સૌથી લાંબી મંદી ક્યારે રહી?

ભારતીય શેરબજારોમાં છેલ્લાં 5 મહિનાથી ભારે કડાકા બોલી રહ્યા છે અને રોકાણકારોના 90 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઇ ગયું છે. રોકાણકારો બજારથી ભાગી રહ્યા છે. અત્યાર સુધીમાં શેરબજારમાં કેટલી વખત મંદી આવી તેના વિશે વાત કરીશું.

1990ના દાયકામાં હર્ષદ મહેતાના સમયમાં બીએસઇ સેન્સેક્સ 43 ટકા તુટ્યો હતો અને બજારના રિકવર થતા 4 વર્ષ લાગેલા.2000માં ડોટ કોમ બબલને કારણે 56 ટકા ઇન્ડેકસ નીચે ઉતરી ગયેલો અને તેને પણ રીકવર થતા 4 વર્ષ લાગેલા. 2008માં વૈશ્વિક મંદીમાં ઇન્ડેક્સ 61 ટકા નીચે ઉતરી ગયેલો રીકવર થતા 3 વર્ષ લાગેલા.

2013માં યુએસ ફેડરલે સ્ટીમ્યલસ પ્રોગામમાં ઘટાડો કરવાને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી પૈસા કાઢી લીધેલા ત્યારે ઇન્ડેક્સ 15 ટકા તુટેલા અને રિકવરી આવતા 9 મહિના લાગેલા. કોવિડ વખતે ઇન્ડેક્સ 40 ટકા તુટેલો અને રિકવરી આવતા 1 વર્ષ લાગેલું.

error: Content is protected !!