
11.jpg?w=1110&ssl=1)
નવસારીમાં ચેઇન પુલીંગ કરીને ટ્રેન થોભાવી દારૂ ઉતારતા બુટેલેગર સામે મંગળવારે નવસારી રેલવે સ્ટેશન પર મુસાફરોએ ભારે હલ્લો મચાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ અનેક જગ્યાએ બેરોકટોક દારૂ વેચાતો હોવાની વાતો અનેક વાર સામે આવતી રહે છે.
નવસારી રેલવે સ્ટેશને એક બુટલેગરની બેગમાંથી દારૂ પકડાયો અને બોટલો સ્ટેશન પર વેરણ છેરણ થયેલી જોવા મળે છે. એક મુસાફર કહી રહ્યો છે કે, બતાવો પેલા સંઘવીને જે હેલ્મેટની પત્તર ઠોક્યા કરે છે. પ્રધાનમંત્રી મોદીએ વર્ષોની મહેનતથી ઉભા કરેલા ગુજરાતને આ ડુબાડશે.
એક વ્હોટસેપ મેસેજ પણ વાયરલ થયો છે, જેમાં કહેવાયું છે કે પબ્લિકે વિફરવાનું ચાલું કર્યું છે. હજુ પણ સમય છે, સુધરી જજો.