
પ્રાંતિજ ના નનાનપુર પાસે ધોવાણ થયેલ ગરનાળુ ના બનતા આઠ થી વધુ ગામના લોકો પરેશાન
– છેલ્લા છ મહિના થી રજુઆતો છતાંય કોઇ જ કાર્યવાહી નહી
– ડાયવર્ઝન અપાતા અવરજવર કરતા લોકો સહિત વાહન ચાલકો ધુળ ખાય છે
– રોજીદુ અવરજવર કરતા લોકો સહિત વાહન ચાલકો ને ભારે હાલાકીઓ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના નનાનપુર પાસે ચોમાસામા વધુ વરસાદ ને લઈ ને ધોવાણ થયેલ ગરનાળા નું કામ હાથ ધરવામા ના આવતા અહીંથી અવરજવર કરતા આઠથી વધુ ગામોના લોકોને ભારે હાલાકીઓ પડે છે

પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામ અને આસરોડા જતા રોડ ઉપર નનાનપુર તળાવ પાસે નું ગરનાળુ ચોમાસા મા વધુ વરસાદ ને લઈ ને રફેદફે થઈ ગયુ હતુ અને પાઇપો પણ પાણીના પ્રવાહ થી દુર દુર સુધી તણાઈ હતી અને મોટુ ગાબડુ પડી જતા આ રોડ બંધ થઈ ગયો હોય અને ત્યારબાદ સાઇડ મા ડાયવર્ઝન આપવામા આવ્યુ હતુ અને આજે છ મહિના થયા અનેક રજુઆત છતાંય ગરનાળા નુ કામ ચાલુ ના થતા આજુબાજુમા આવેલ આઠ થી વધુ ગ્રામજનો વાહન ચાલકો સહિત અવરજવર કરતા લોકો ની રજુઆતો છતાંય તંત્ર દ્રારા આજદિન સુધી ધોવાણ થયેલ ગરનાળુ કામ કરવામા ના આવતા હાલતો અહીથી અવરજવર કરતા નાનામોટા વાહન ચાલકો સહિત ગામજનો લોકો પરેશાન થઈ રહ્યા છે તો બીજી બાજુ ડાયવર્ઝન આપેલ છે ત્યા મોટા પ્રમાણ મા ધુળ હોય ધુળિયો રસ્તા ને લઈ ને વાહન ચાલકો તોબા-તોબા પોકારી ઉઠયા છે તો જવાબદાર કચેરી મા રજુઆતો બાદપણ કોઇજ કાર્યવાહી આજદિન સુધી હાથ ધરવામા ના આવતા વાહન ચાલકો સહિત લોકોમા રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ગરનાળા નુ કામ હાથ ધરવામા આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે ત્યારે હવે જોવુ એ રહ્યુ કે આઠ થી વધુ ગ્રામજનો વાહન ચાલકોની રજુઆત રંગ લાવશે કે હજુએ ચોમાસા સુધી રાહ જોવી પડશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતી જોવા મળશે એ તો હવે જોવુ રહ્યુ
આ અંગે પ્રાંતિજ ખાતે આવેલ આરએમબી ના અધિકારી ને ટેલીફોનીક પુછતા તેવોએ જણાવ્યુ કે અમોએ આગળ આ બાબતે દરખાસ્ત મોકલી છે મજુર થશે એટલે બનાવીશુ અને હાલ પુરતુ ડાયવર્ઝન આપવામા આવ્યુ છે
જીલ રાવલ સાબરકાંઠા