fbpx

દરોડા પાડવા લગ્નના સ્ટીકર લગાવીને 50 ગાડીઓના કાફલા સાથે પહોંચી ITની ટીમ

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
દરોડા પાડવા લગ્નના સ્ટીકર લગાવીને 50 ગાડીઓના કાફલા સાથે પહોંચી ITની ટીમ

મધ્ય પ્રદેશના સતનના 5 મોટા બિઝનેસમેનોને ત્યાં મંગળવારે સવારે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. દરોડો એવો કે ટીમ એક બાદ એક બિઝનેસમેનોને ત્યાં પહોંચી ગઇ, જ્યારે તેઓ ઊંઘમાંથી જાગ્યા પણ નહોતા. સતનાના આ મોટા લોકો કંઈ સમજે, એ અગાઉ જ ઈન્કમટેક્સ વિભાગની તપાસ ચાલુ થઈ ગઈ. એક સાથે પડેલા દરોડાથી શહેરમાં એવો હાહાકાર મચ્યો હતો, કે રડારમાં નહોતા તેમને પણ પરસેવો આવવા લાગ્યો.

.Raid2

શહેરના ગૌશાળા ચોકમાં બિઝનેસમેને ટીમને પ્રવેશવા ન દીધી તો, સીડી લગાવીને અધિકારીઓની ટીમ છતથી ઘરમાં પ્રવેશી. મોટી વાત એ છે કે આ અધિકારીઓ લગ્નમાં મહેમાન બનીને પહોંચ્યા હતા અને જ્યાં સુધી તેમની વાસ્તવિકતા કોઈને ખબર પડે તે અગાઉ જ ચોરી કરનારાઓની કહાની આવકવેરા વિભાગના અધિકારી ઘડવા લાગ્યા.

આમ તો, આવકવેરા વિભાગના અધિકારીઓએ સવારે 6:00 વાગ્યે 5 બિઝનેસમેનેઓના ઘરે ત્યારે દરોડા પાડ્યા, જ્યારે તેઓ ઊંઘમાંથી જાગ્યા પણ નહોતા. ઉતાવળમાં એક બાદ બીજા સહયોગી બિઝનેસમેનોના ઘરો પર દરોડા પાડી દીધા. હવે વિભાગીય અધિકારી ભલે કંઈ કહેવાનું ટાળતા હોય, પરંતુ માહિતી બહાર આવી રહી છે તે મુજબ, આ બિઝનેસમેનોએ 100 કરોડ રૂપિયાની કિંમતની જમીન ખરીદી હતી અને ત્યારથી તેઓ ઈન્કમ ટેક્સના રડાર પર હતા અને મંગળવારે સંયુક્ત રૂપે સતનાના 5 મોટા બિઝનેસમેનોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.

આવકવેરા વિભાગની ટીમની કાર્યવાહી સવારથી મોડી સાંજ સુધી ચાલુ રહી હતી. એવો પણ દાવો છે કે આ આવકવેરાની તપાસ ચાલુ રહેશે. આવકવેરા વિભાગની ટીમની રડારમાં રહેલા બિઝનેસમેને સીતારામ અગ્રવાલના ગૌશાળા ચોકવાળા ઘરે જ્યારે આવકવેરા વિભાગની ટીમ પહોંચી ત્યારે તેમણે દરવાજા બંધ કરી દીધા હતા. ત્યારબાદ એક ડઝન અધિકારીઓની ટીમે સીડી ગોઠવીને ઘરમાં પ્રવેશી.

તમને જણાવી દઈએ કે, તેઓ મોટા ભાગે આ પ્રકારની રડાર પર રહે છે અને હુંડીના મોટા બિઝનેસમેન છે તો તેઓ હવાલા માટે પણ ચર્ચામાં રહે છે. મંગળવારે સવારે જ્યારે આવકવેરા વિભાગના અધિકારીઓ લગ્નના બેનર સ્ટીકરો લગાવેલી ગાડીઓથી પહોંચ્યા અને એક સાથે 5 અલગ-અલગ સ્થળોમાં એક સાથે  દરોડા પાડ્યા તો સવાલ એવા ઊભા થવા લાગ્યા કે આખરે પાંચેય જગ્યાએ એક સાથે દરોડા કેમ પાડવામાં આવ્યા?

વાસ્તવમાં આ તમામ બિઝનેસમેન એક કે બીજા માધ્યમથી એકબીજા સાથે જોડાયેલા છે. 100 કરોડની જમીન ખરીદવામાં આમ તો મુખ્યરૂપે રામા ગ્રુપના નરેશ ગોયલ, મેહરોત્રા ગ્રુપના અતુલ મેહરોત્રા અને સુનિલ સેનાની જ સામેલ છે, પરંતુ આ ડીલમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર હુંડીના બિઝનેસમેન સીતારામ અગ્રવાલ ઉર્ફે રામુ દલાલ પણ ઝપેટમાં આવી ગયા.

Raid3

એ જ રીતે, અતુલ મેહરોત્રા સાથે મળીને મોટી ફ્લોર મિલ નાખવાના કારણે સંતોષ ગુપ્તા પણ ITની નજરથી બચી ન શક્યા. રામા ગ્રુપ ટીંબર અને લોખંડના વ્યવસાય સાથે જોડાયેલું છે. તો, સિવિલ કોન્ટ્રાક્ટર અતુલ મેહરોત્રાની મેહરોત્રા બિલ્ડકોન કંપની માસ્ટર પ્લાનિંગ અને ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારોમાં કામ કરે છે. સેનાની ગ્રુપની બિટ્સ એન્જિનિયરિંગ કોલેજ અને સ્કૂલ છે.

error: Content is protected !!