પ્રાંતિજ ખાતે શ્રી કુષ્ણ જન્મ ભૂમિ મુક્તિ આંદોલન યાત્રાનું ભવ્ય સ્વાગત

Spread the love

પ્રાંતિજ ખાતે શ્રી કુષ્ણ જન્મ ભૂમિ મુક્તિ આંદોલન યાત્રાનું ભવ્ય સ્વાગત
– સનાતની સંગઠનો દ્રારા ભવ્ય સ્વાગત કર્યુ
– પ્રાંતિજ પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સહિત ધર્મ પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા
               


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ માં  દ્વારકા  થી ચાર માર્ચના રોજ મથુરા જવા નીકળેલી શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન યાત્રાનું  પ્રાંતિજ ના ગૌરક્ષકો હિન્દુ પરિસદ અને સનાતની સંગઠનો દ્વારા  ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું


  પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન ખાતે આવેલ શ્રી મહાકાલી માતાના મંદિર ખાતે દ્વારકા થી મથુરા જવા નીકળેલ રથ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું  રથ યાત્રા ભારત દેશના ચાર ખૂણે થી મથુરા પહોંચશે અને સરકાર સમક્ષ મથુરાની કૃષ્ણ જન્મભૂમિને પણ રામજન્મભૂમિની જેમ અતિક્રમણથી મુક્ત કરાવવા માંગ કરવામાં આવી છે કૃષ્ણરથમાં બિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણનું પુષ્પો અર્પણ કરી સ્વાગત કરી પ્રાંતિજ વાસીઓએ ધન્યતા અનુભવી હતી સ્વાગત કાર્યક્રમમાં પ્રાંતિજ નગરપાલિકા ના મહિલા પ્રમુખ અનિતાબેન જીજ્ઞેશ ભાઇ પંડયા , ઉપપ્રમુખ પ્રમુખ ગીરીશભાઇ પટેલ , ભાજપ શહેર પ્રમુખ કુશવભાઇ બ્રહ્મભટ્ટ  , પાલિકા કોર્પોરેટરો દર્શિલભાઇ દેસાઇ ,  પિયુષભાઇ પટેલ , વિપુલ ભાઇ ભોઇ તથા મુકેશભાઇ સથવારા , જીગ્નેશભાઇ પંડયા , નટુભાઈ બારોટ , સુનિલભાઈ કડીયા , સંજયભાઇ , જીગ્નેશભાઇ , વિનુભાઇ પેન્ટર , મેહુલભાઇ પટેલ  , દેવાભાઇ વ્યાસ ,  સંદીપભાઇ શાહ સહિત સેવાભાવી ગૌ સેવકો અને  તમામ સનાતની સંગઠનના આગેવાનો દ્વારા આ યાત્રાને પોતાનો ટેકો જાહેર કરી સન્તોનો ભવ્ય સ્વાગત નો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ યાત્રાના રાષ્ટ્રીય અધ્યક્ષ સંયુક્ત ભારતીય ધર્મ સંસદ આચાર્ય રાજેશ્વર જી અને શર્માજી સહિત રથમાં ઉપસ્થિત તમામ સંતોનું ગૌરક્ષકો ફુલહાર પહેરાવી સ્વાગત સન્માન કરાયું હતું જય જય ગૌમાતા અને કૃષ્ણ કનૈયા લાલ કી જય ના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયુ હતું

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!