fbpx

સરકારી અધિકારીના ઘરે દરોડા, અઢળક સંપત્તિ મળી, 2000ની બંધ થયેલી નવી નોટોના પણ બંડલ મળ્યા

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
સરકારી અધિકારીના ઘરે દરોડા, અઢળક સંપત્તિ મળી, 2000ની બંધ થયેલી નવી નોટોના પણ બંડલ મળ્યા

ઓડિશામાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (STA)ના ડેપ્યુટી કમિશનર પ્રદીપ કુમાર મહંતી સામે વિજિલન્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. આજે ગુરુવારે વિજિલન્સ ટીમે એક સાથે તેના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. તેમના પર આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવાનો આરોપ છે. આ દરોડામાં, નોટોના બંડલ, રદ કરાયેલી 2000 રૂપિયાની નોટો, લાખો રૂપિયાના ઘરેણાં અને અનેક મિલકતો સંબંધિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.

Odisha-Vigilance

ભુવનેશ્વરમાં સ્પેશિયલ જજ વિજિલન્સ દ્વારા બહાર પડાયેલ સર્ચ વોરંટના આધારે, વિજિલન્સ વિભાગે ભુવનેશ્વર, ખોરધા, પુરી, નયાગઢ અને કટકમાં કુલ 9 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઝુંબેશમાં 2 એડિશનલ SP, 13 DSP, 12 ઇન્સ્પેક્ટર અને 25 ASI સહિત ઘણા અધિકારીઓ સામેલ હતા.

Odisha-Vigilance1

ભુવનેશ્વરના ચંદ્રશેખરપુરના મૈત્રી વિહાર ખાતે આવેલા ડેપ્યુટી કમિશનર નિવાસસ્થાનના આ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. ભુવનેશ્વરના રઘુનાથપુરમાં 4BHK ફ્લેટ. કુસુપલ્લા, રાણપુર, નયાગઢ ખાતે આવેલ ફાર્મ હાઉસ. ભુવનેશ્વરના ગોવિંદપ્રસાદ ખાતે 5 માળનું નિર્માણાધીન મકાન. ખોરધાના ટાંગીમાં પૈતૃક ઘર. ભક્તિ રત્ન લેન, જેનારી ગચ્છા ચોક, પુરી ટાઉન ખાતે સંબંધીનું ઘર. ભુવનેશ્વરના માલીપાડા ખાતે સંબંધીના નામે પેટ્રોલ પંપ. પુરીના બાલીખંડમાં સંબંધીના નામે બાંધકામ હેઠળનું મકાન. કટક ખાતે સ્થિત STA ઓફિસ.

Odisha-Vigilance4

દરોડા દરમિયાન, વિજિલન્સ અધિકારીઓને મોટી માત્રામાં રોકડ, ઘરેણાં, મિલકતના કાગળો અને ઘણા નાણાકીય દસ્તાવેજો મળી આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. જો આરોપો સાચા સાબિત થશે, તો ડેપ્યુટી કમિશનર સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. વિજિલન્સ વિભાગ તેમના બેંક ખાતાઓ, વ્યવહારો અને અઘોષિત સંપત્તિઓની પણ તપાસ કરી રહ્યું છે.

Odisha-Vigilance3

વિજિલન્સ વિભાગની આ કાર્યવાહીને ભ્રષ્ટાચાર સામેના એક મોટા અભિયાન તરીકે જોવામાં આવી રહી છે. ઓડિશામાં આ અગાઉ પણ આવી બેનામી મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ વખતે દરોડા મોટા પાયે પાડવામાં આવ્યા છે. ઓડિશા સરકારે ભ્રષ્ટાચાર સામે ઝુંબેશ વધુ તીવ્ર બનાવી છે અને આ કેસને એક ઉદાહરણ તરીકે લેવામાં આવી રહ્યો છે. હવે બધાની નજર વિજિલન્સ વિભાગની આ કાર્યવાહી પર છે કે આગળની તપાસમાં વધુ શું ખુલાસાઓ થાય છે.

error: Content is protected !!