પ્રાંતિજ ખાતે આર.કે.એસ.કે. અંતર્ગત યુવા પહેલ ક્વીઝ તાલુકાની દશામાંની વાડી ખાતે યોજાઈ

Spread the love

પ્રાંતિજ ખાતે આર.કે.એસ.કે. અંતર્ગત યુવા પહેલ ક્વીઝ તાલુકાની દશામાંની વાડી ખાતે યોજાઈ
– વિજેતા બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામા આવ્યા
                 

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.રાજ સુતરીયાના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ર્ડા.કટારા ના માર્ગદર્શન હેઠળ આર.કે.એસ.કે. અંતર્ગત “યુવા પહેલ ક્વીઝ” તાલુકાની  પ્રાંતિજ નેશનલ હાઈવે -૪૮ ઉપર આવેલ દશામાંની વાડી ખાતે યોજાઈ હતી  આ કાર્યક્રમમાં અગાઉ શાળા લેવલે યોજાયેલ ક્વીઝમાં પ્રથમ નંબરે આવેલ વિધ્યાર્થીઓએ “યુવા પહેલ ક્વીઝ “કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો  આ સ્પર્ધામાં ૪ રાઉન્ડમાં આરોગ્ય વિષયક રમતો રમાડી જ્ઞાન સાથે ગમ્મતનું આયોજન તાલુકા હેલ્થ ઑફિસર ર્ડા.પંકજ કટારા , આયુષ મેડિકલ ઓફિસર ર્ડા. નિમેષ ચૌધરી , ર્ડા. હિના પટેલ, ટી.એચ.એસ.બિપિન પટેલ તેમજ આર.કે.એસ.કે. કાઉન્સેલર મોહીન લુહાર દ્વારા સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યુ હતુ“યુવા પહેલ ક્વીઝ “કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પ્રથમ ત્રણ વિજેતાઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!