પ્રાંતિજ ના મોયદ ખાતે ગાળો-બોલી ખોટા કેસમા પુરાવી દેવાની જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા ફરિયાદ થઈ
– ચાર વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ થઈ
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના મોયદ ખાતે તુ કેમ દરબારો વિરૂધ્ધ કેસમા અમારી સાથે રહતો નથી તેમ કહી મા-બહેન સામી બિભસ્ત ગાળો બોલી ખોટા કેસમા પુરાવી દેવાની તથા જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા ચાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ

પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ તાલુકા ના મોયદ ખાતે રહેતા લીલાભાઇ માધાભાઇ દેવીપુજક ને કલ્પેશભાઇ કેશાભાઇ દેવીપુજક આવીને કહેવા લાગ્યા કે તુ કેમ દરબારો વિરૂધ્ધ કેસમાં અમારી સાથે રહેતો નથી અને કિરણ ભાઇનો દિકરો રાહુલ મહેશભાઇ ના મોબાઈલ ઉપર ગાળો લખી મોકલેછે તેમ કહી લીલાભાઇ ને મા-બહેન સમી બિભસ્ત ગાળો બોલતા લીલાભાઇએ ગાળોબોલવાની ના પાડતા કલ્પેશભાઇ નુ ઉપરાડુ લઈ ને મહેશભાઇ કલ્પેશભાઇ દેવીપુજક , કાળીબેન મહેશભાઇ દેવીપુજક , વિજયભાઇ કલ્પેશભાઇ દેવીપુજક આવી લીલાભાઇ ને મા-બહેન સામી બીભત્સ ગાળો બોલી કોઇપણ રીતે ખોટા કેસમા જેલ મા પુરાવી દેવાની ધમકીઓ આપી દરબારો વિરૂધ્ધ કેસમા અમારો સાથ નહી આપોતો જાનથી મારી નાખીશુ તેવી ધમકીઓ આપી એકબીજા ની મદદગીરી કરી ગુન્હો કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા લીલાભાઇ માધાભાઇ દેવીપુજક રહે મોયદ તા.પ્રાંતિજ , જિ.સાબરકાંઠા દ્રારા કલ્પેશભાઇ કેશાભાઇ દેવીપુજક , મહેશભાઇ કલ્પેશભાઇ દેવીપુજક , કાળીબેન મહેશભાઇ દેવીપુજક , વિજયભાઇ કલ્પેશભાઇ દેવીપુજક તમામે-તમામ રહે. મોયદ રૂપાજી વાસ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૩૫૨,૩૫૨ (૩),૫૪ મુજબ ગુનોનોધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ એન.કે.પટેલ દ્રારા હાથ ધરવામા આવી છે
જીલ રાવલ સાબરકાંઠા