પ્રખર હિન્દુ નેતા ડૉ. પ્રવીણ તોગડિયાની સુરક્ષા વ્યવસ્થામાં ગડબડ: એક ચિંતાજનક પરિસ્થિતિ

Spread the love
પ્રખર હિન્દુ નેતા ડૉ. પ્રવીણ તોગડિયાની સુરક્ષા વ્યવસ્થામાં ગડબડ: એક ચિંતાજનક પરિસ્થિતિ

ડૉ. પ્રવીણ તોગડિયા ભારતના એક પ્રખર હિન્દુત્વવાદી નેતા કે જેઓ શ્રી રામ મંદિર આંદોલનથી લઈને આજ દિવસ સુધી હિન્દુ સમાજના જાગરણ માટે અથાક પ્રયાસો કરી રહ્યા છે. તેઓ દેશભરમાં સતત પ્રવાસો કરીને હિન્દુત્વની રક્ષા કાજે લાખો કરોડો હિંદુઓ સુધી પહોંચાડવાનું કામ કરે છે. આવા નેતાની સુરક્ષા એ રાષ્ટ્રની જવાબદારી છે અને તેમને કેન્દ્ર સરકાર દ્વારા ઝેડ પ્લસ કેડરની સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી છે. પરંતુ તાજેતરની એક ઘટનાએ આ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ગુજરાતના સુરત શહેરમાં ડૉ. તોગડિયાના પ્રવાસ દરમિયાન થયેલી ચૂકે હિન્દુ સમાજમાં ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે. આ ઘટના માત્ર સુરક્ષા કર્મીઓની બેદરકારી દર્શાવે છે એટલું જ નહીં પરંતુ એક મહત્વપૂર્ણ વ્યક્તિના જીવનને જોખમમાં મૂકી શકે તેવી સ્થિતિ પણ ઉભી કરે છે.

03

ઘટનાનો ઘટનાક્રમ:

વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ડૉ. પ્રવીણ તોગડિયા તારીખ 8, 9 અને 10 માર્ચ, 2025 દરમિયાન સુરતના પ્રવાસે હતા. 9 માર્ચની રાત્રિથી 10 માર્ચની મોડી સવાર સુધી તેઓ સુરતના ડુમ્મસ વિસ્તારમાં રાત્રી રોકાણ માટે રોકાયા હતા. આ દરમિયાન જે સુરક્ષા કર્મીઓ તેમની સુરક્ષાની જવાબદારી સંભાળી રહ્યા હતા તેઓ ઊંઘી ગયા હતા. આ ગંભીર બેદરકારી એક જવાબદાર કાર્યકર્તાના ધ્યાનમાં આવી જેમણે સુરક્ષા કર્મીઓને ટકોર કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ આના જવાબમાં સુરક્ષા કર્મીઓએ ઉદ્ધત વર્તન કર્યું જે આ ઘટનાને વધુ ગંભીર બનાવે છે. આ ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને થતાં તેમણે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે જે એક પ્રશંસનીય સકારાત્મક પગલું છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે આવી ચૂક કેવી રીતે થઈ શકે અને તેના પરિણામો કેટલા ખતરનાક હોઈ શકે?

સુરક્ષામાં ચૂકનું જોખમ:

ઝેડ પ્લસ સુરક્ષા એ ભારતમાં સૌથી ઉચ્ચ સ્તરની સુરક્ષા વ્યવસ્થાઓ પૈકીની એક છે જેમાં સતત દેખરેખ, સશસ્ત્ર જવાનો અને કડક પ્રોટોકોલનો સમાવેશ થાય છે. આવી સુરક્ષા એવા વ્યક્તિઓને આપવામાં આવે છે જેમને જીવનું જોખમ હોય. ડૉ. તોગડિયા જેઓ હિન્દુત્વના પ્રખર પ્રચારક છે અને તેમના વિરોધીઓ અને શત્રુઓની સંખ્યા પણ ઓછી નથી. તેમના નિવેદનો અને સક્રિય કાર્યશૈલીને કારણે તેઓ હંમેશાં જોખમના દાયરામાં રહે છે. આવી સ્થિતિમાં સુરક્ષા કર્મીઓની બેદરકારી એ માત્ર નાની ભૂલ નથી પરંતુ એક એવી ઘટના છે જે ગંભીર પરિણામો લાવી શકે. જો રાત્રે કોઈ અણધારી ઘટના બની હોત તો તેની જવાબદારી કોની હોત?

WhatsApp Image 2025-03-10 at 12.58.36_01fbf461

સ્થાનિક હિન્દુ સમાજમાં ચિંતા:

આ ઘટના બાદ સુરતના સ્થાનિક હિન્દુ સમાજ અને ડૉ. તોગડિયાના સમર્થકોમાં ભારે ચિંતા વ્યાપી છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ રાત્રી રોકાણ બાદ જ્યારે તેઓ એક સ્થાનિક પરિવારના ઘરે થોડા સમય માટે રોકાયા ત્યારે પણ સુરક્ષા કર્મીઓ તેમનાથી દૂર ઉભેલા જોવા મળ્યા હતા. આ ઘટનાએ સુરક્ષા ઘેરાની અસરકારકતા પર વધુ એક સવાલ ઉભો કર્યો છે. સમર્થકોનું માનવું છે કે આવી બેદરકારી એક મોટા નેતાના જીવનને જોખમમાં મૂકી શકે છે જે હિન્દુ સમાજ માટે મોટું નુકસાન સાબિત થઈ શકે.

ડૉ. તોગડિયાનું સુરક્ષા કર્મીઓ પ્રત્યેનું વલણ:

એક નોંધપાત્ર વાત એ છે કે ડૉ. તોગડિયા હંમેશાં તેમના સુરક્ષા કર્મીઓની સુવિધાઓની કાળજી રાખે છે. તેઓ પ્રવાસ દરમિયાન સુરક્ષા કર્મીઓને કોઈ અગવડ ન પડે અને તેમના ભોજનની વ્યવસ્થા પણ થાય તેની કાળજી લેતા હોય છે. આવા સંવેદનશીલ નેતા સાથે આવી ગંભીર ચૂક ખરેખર નિંદનીય છે. તેમની આટલી કાળજી સંભાળ છતાં જો સુરક્ષા વ્યવસ્થામાં ચૂક થાય તો તે સમગ્ર સિસ્ટમની કાર્યપદ્ધતિ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

02

સરકારની જવાબદારી:

આ ઘટના રાજ્ય અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય માટે ગંભીર ચેતવણી છે. ઝેડ પ્લસ સુરક્ષા એ માત્ર ઔપચારિકતા નથી પરંતુ એક જવાબદાર નેતા/વ્યક્તિના જીવનની સુરક્ષાની ગેરંટી છે. જો આવી અગત્યની સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી જોવા મળે તો તેની સીધી અસર સરકારની વિશ્વસનીયતા પર પડે છે. સ્થાનિક કાર્યકર્તાઓ અને હિન્દુ સમાજે આ મામલે સરકાર પાસે ગંભીર તપાસ અને તકેદારીની આપરક્ષા રાખી છે. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે સુરક્ષા કર્મીઓની તાલીમ, જવાબદારી અને નિયમિત દેખરેખ જરૂરી છે.

ડૉ. પ્રવીણ તોગડિયા જેવા નેતા હિન્દુ સમાજનું જાગૃત પ્રેરણાસ્ત્ર છે. તેમની સુરક્ષામાં થતી કોઈપણ ચૂક માત્ર તેમના જીવનને જ નહીં પરંતુ સમગ્ર સમાજના મનોબળને અસર કરી શકે છે. સુરતની આ ઘટના એક ચેતવણી છે કે તેઓની સુરક્ષા વ્યવસ્થામાં સુધારાની ચોસાઈની જરૂર છે. સરકારે આ બાબતે ઝડપી કાર્યવાહી કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટળે એની તકેદારી કરવી જોઈએ.

error: Content is protected !!