

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ ભારતીય ટીમે જીતી લીધી છે. આ મેચ દરમિયાનના ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની કેટલીક તસવીરો અને વીડિયોથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે, જેમાં તે ફરી એક વખત RJ મહવશ સાથે જોવા મળી રહ્યો છે. ધનશ્રી વર્મા સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે, ચહલ ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની મેચ દરમિયાન દુબઈમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ફાઈનલ મેચની ઘણી તસવીરો અને વીડિયોની ઈન્ટરનેટ પર ખૂબ ચર્ચા થઈ રહી છે. તેમાં તે ફરી એક વખત RJ મહવશ સાથે નજરે પડી રહ્યો છે. ધનશ્રી વર્મા સાથે છૂટાછેડાના સમાચારો વચ્ચે ચહલ RJ મહવશ સાથે ભારત અને અને ન્યૂઝીલેન્ડની મેચમાં સ્પોટ થયો હતો.

દુબઈમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ફાઈનલ મેચ દરમિયાનની ઘણી તસવીરો અને વીડિયોની ખૂબ ચર્ચા થઈ રહી છે જેમાં ભારતીય ક્રિકેટર ચહલની પણ તસવીરો છે. જે RJ મહવશ સાથે ફરીથી મેચનો લુપ્ત ઉઠાવતો નજરે પડ્યો. લોકોનું સૌથી વધુ ધ્યાન ચહલ અને RJ મહવશની તસવીરો અને વીડિયોએ ખેચ્યું છે. વાયરલ તસવીરો અને વીડિયોમાં બંને સાથે બેઠેલા જોવા મળે છે. એક વીડિયોમાં બંને મેચ દરમિયાન હસતા અને વાતો કરતા જોવા મળ્યા હતા. ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે બંને ડેટિંગ કરી રહ્યા છે.
ચહલ અને મહવશની તસવીરો અને વીડિયો વાયરલ થયા બાદ તરત જ, નેટીઝન્સ ખૂબ જ ઉત્સુક થઈ ગયા છે અને અનુમાન કરવા લાગ્યા કે તેઓ ડેટિંગ કરી રહ્યા છે. બીજી તરફ, ઘણા યુઝર્સ મહવશને ઓળખી શક્યા નથી અને તેની બાબતે પૂછી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું કે, ‘યુઝવેન્દ્ર ચહલ તેની ગર્લફ્રેન્ડ સાથે?’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, ‘યુઝવેન્દ્ર ચહલ ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની ફાઇનલમાં એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો! કોણ છે?’ વાયરલ થઈ રહેલી તસવીરોમાં મહવશ સફેદ ટી-શર્ટ અને બ્લેક સનગ્લાસ પહેરીને જોવા મળી હતી, જ્યારે યુઝવેન્દ્ર ચહલ બ્લેક ટી-શર્ટ અને બ્લેક જેકેટ પહેરીને જોવા મળ્યો હતો.

બીજી તરફ, ફેબ્રુઆરીમાં, ધનશ્રી વર્માના વકીલ અદિતિ મોહને સ્પષ્ટતા કરી હતી કે તેમના ક્લાયન્ટના યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા અત્યાર સુધી સુધી ફાઈનલ થયા નથી. તમને જણાવી દઈએ કે ધનશ્રી વર્મા સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર અને મહવશ ઘણી વખત સાથે જોવા મળ્યા છે, પરંતુ અત્યાર સુધી ચહલે મહવશ સાથેના પોતાના સંબંધો પર મૌન જાળવી રાખ્યું છે.