શું રાહુલ ગાંધીનું કદ વધારવા પ્રિયંકાને સાઇડ લાઇન કરાયા છે?

Spread the love
શું રાહુલ ગાંધીનું કદ વધારવા પ્રિયંકાને સાઇડ લાઇન કરાયા છે?

ગુજરાતમાં 64 વર્ષ પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું અને એ કોંગ્રેસના અને ગુજરાતના ભવિષ્ય માટે મહત્ત્વનું હતું, પરંતુ પ્રિયંકા ગાંધી આ રાષ્ટ્રીય અધિવેશનમાં ગેરહાજર રહ્યા તેને કારણે અનેક સવાલો ઉભા થયા છે. જે પ્રિયંકા ગાંધી વાયનાડના સાસંદ બન્યા પછી મીડિયામાં હેડલાઇન બનતા હતા તે ઘણા સમયથી દેખાતા બંધ થઇ ગયા છે.

કોંગ્રેસ નેતાઓએ ગુજરાતમાં પ્રિયંકાની ગેરહાજરી માટે કહ્યું હતું કે તેઓ વિદેશ ગયા છે એટલે હાજર ન રહ્યા.જયરામ રમેશે કહ્યું હતું કે, 35 નેતાઓ નથી આવ્યા એમાં પ્રિયંકા હાજર ન રહ્યા તેની સામે સવાલ ઉઠાવવો યોગ્ય નથી. જયરામ રમેશ કદાચ ભૂલી ગયા કે પ્રિયંકાએ 35 નેતાઓની શ્રેણીમાં નથી આવતા. ગુજરાત આવવા માટે પ્રિયંકા વિદેશ પ્રવાસ રદ કરી શક્યા હોત.ચર્ચા એવી છે કે રાહુલ ગાંધીનું કદ વધારવા પ્રિયંકાને સાઇડ લાઇન કરાયા છે.

Leave a Reply

error: Content is protected !!