

અમદાવાદ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સિગારેટ કે સોનાની દાણચોરીના કેસ પકડાતા હતા, પરંતુ DRIએ પહેલી વખત ડાયમંડની દાણચોરી પકડી પાડી છે. 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 3 કરોડ રૂપિયા ઉપરના ડાયમંડ જપ્ત કરી લેવામાં આવ્યા છે.
મીડિયા અહેવાલમા જણાવ્યા મુજબ DRIએ પકડેલા ડાયમંડ સુરત- અમદાવાદના મોટા માથાઓના હોવાનું સામે આવ્યું છે.DRIએ દરોડા પણ પાડ્યા છે, પરંતુ તપાસ ચાલું હોવાથી વિગતો સામે આવી નથી.
જો કે એક મીડિયામા કહેવાયું છે કે, બેંગકોકના ડોન મુઆંગથી એર એશિયાની ફલાઇટમાં અમદાવાદ આવેલા જય બાંભરોલિયા અંડરવેરમાં ડાયમંડના 8 પેકેટ છુપાવીને લાવ્યો હતો જેની કિંમત 3.40 કરોડ રૂપિયા છે. જય બાંભરોલિયાએ કબુલ્યુ હતુ કે તેને બેંગકોકથી પિયુષ બરવાલિયાએ આ પેકેટ આપ્યા હતા.