

કેનેડાના PM પદ પરથી રાજીનામું આપ્યા પછી, જસ્ટિન ટ્રુડો રમૂજી અંદાજમાં સંસદમાંથી બહાર આવ્યા. ટ્રુડો પોતાની ખુરશી લઈને સંસદની બહાર નીકળ્યા. તે કેમેરાને પોતાની જીભ બતાવતા જોવા મળ્યા. જસ્ટિન ટ્રુડોનો આ ફોટો હવે દરેક જગ્યાએ વાયરલ થઈ રહ્યો છે. કેનેડાના એક સ્થાનિક અખબાર માટે રાજકીય લેખક બ્રાયન લીલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું, ‘કેનેડિયન સંસદીય પરંપરા હેઠળ, સાંસદોને પદ છોડતી વખતે તેમની ખુરશીઓ સાથે લઈ જવાની છૂટ છે.’

કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને સંસદમાંથી બહાર નીકળતી વખતે તેમની ખૂબ જ રસપ્રદ અને રમુજી શૈલી વાયરલ થઈ રહી છે. ટ્રુડોના વાયરલ ફોટામાં, તેઓ પોતાની ખુરશી ઉપાડીને કેમેરા સામે જીભ બહાર કાઢતા જોઈ શકાય છે. કેનેડિયન સંસદીય પરંપરા મુજબ, જ્યારે કોઈ સાંસદ સંસદ છોડી દે છે, ત્યારે તે પોતાની ખુરશી પોતાની સાથે લઈ શકે છે.
એક સ્થાનિક રાજકીય કટારલેખક બ્રાયન લીલીએ કહ્યું કે, આ એક સારી પરંપરા છે, પરંતુ ટ્રુડોનો આ રીતે બહાર નીકળતો ફોટો થોડો વિચિત્ર લાગ્યો. તેમણે એવી પણ આગાહી કરી હતી કે, જસ્ટિન ટ્રુડોની આ તસવીર આગામી ચૂંટણીઓનો મોટો સંકેત હોઈ શકે છે.

પોતાના વિદાય ભાષણમાં, ટ્રુડોએ છેલ્લા દસ વર્ષમાં લિબરલ પાર્ટી દ્વારા કરવામાં આવેલા કાર્યો અને સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તેમની સરકારે મધ્યમ વર્ગ અને તેનો ભાગ બનવા માટે સખત મહેનત કરનારાઓ માટે જે કર્યું છે તેના પર તેમને ખૂબ ગર્વ છે. આ ઉપરાંત, તેમણે સમર્થકોને અપીલ કરી કે તેઓ કેનેડાને વિશ્વનો શ્રેષ્ઠ દેશ રાખવા માટે તેમની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરે.
ટ્રુડોએ 6 જાન્યુઆરીએ PM અને લિબરલ પાર્ટીના નેતા બંને પદેથી રાજીનામું આપ્યું. તેમના રાજીનામા પાછળનું મુખ્ય કારણ દેશમાં વધતી જતી મોંઘવારી અને રહેઠાણની કટોકટી પ્રત્યે જનતાનો ગુસ્સો હતો. રાજીનામા પછી, માર્ક કાર્ને રવિવારે લિબરલ પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટાયા, જેઓ આ વર્ષે યોજાનારી ફેડરલ ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કરશે.