
14.jpg?w=1110&ssl=1)
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 47 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 22 જુલાઇ 2019ના દિવસે રાજ્યપાલ બનેલા આચાર્ય દેવવ્રતે ગુજરાતમાં 5 વર્ષ અને 217 દિવસ પુરા કરી દીધા છે અને હજુ ગર્વનર તરીકે યથાવત છે.આચાર્ય દેવવ્રત 47 વર્ષ પછી સૌથી વધારે સમય રહેનારા રાજ્યપાલ બન્યા છે. આ પહેલા 1973માં મૂળ કેરળના કે.કે. વિશ્વનાથન ગુજરાતમાં ગર્વનર તરીકે 5 વર્ષ 132 દિવસ રહ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતમાં ઓર્ગેનિક ખેતીની અવેરનેસ માટે ઘણા કાર્યક્રમો કર્યા છે અને ખેડુતોને ઓર્ગેનિક ખેતી વિશે સમજાવ્યું છે. તેમને ભગવદગીતા અને હિંદુ ધર્મ શાસ્ત્રોનું ઉડું જ્ઞાન છે. તેઓ વિદ્વાન રાજ્યપાલ તરીકે જાણીતા છે.
દેશમાં સૌથી વધારે રાજ્યપાલ તરીકે રહેવાનો રેકોર્ડ 12 વર્ષનો છે જે એલ નરસિંહાના નામ પર છે.