પ્રાંતિજ ખાતે શ્રી બાવન ગોળ કડવા પાટીદાર પ્રાંતિજ વિભાગ ની સભા યોજાઇ
- પ્રમુખ , ઉપપ્રમુખ , મંત્રી સહિત ના હોદ્દેદારો ની સર્વાણુમત્તે વરણી થઈ
- નવા ટ્રસ્ટીઓની પણ વરણી કરવામા આવી હતી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે શ્રી બાવન ગોળ કડવા પાટીદાર પ્રાંતિજ વિભાગ ની ઉમીયા કેળવણી મંડળ ની કારોબારી સભા યોજાઇ હતી જેમા પ્રમુખ ઉપપ્રમુખ સહિત હોદ્દેદારો ની સર્વાણુમત્તે વરણી કરવામા આવી હતી
પ્રાંતિજ રેલ્વેસ્ટેશન જીઇબી પાસે આવેલ ઉમાધામ ખાતે શ્રી બાવન ગોળ કડવા પાટીદાર પ્રાંતિજ વિભાગ ની જનરલ સભા યોજાઇ હતી જેમા ઉમિયા કેળવણી મંડળ ના પ્રમુખ ,ઉપપ્રમુખ સહિત હોદદારોની કારોબારી દ્રારા સર્વાનુમતે નિમણુંક કરવામા આવી હતી
જેમા પ્રમુખ તરીકે પટેલ પોપટભાઇ કેશવલાલ વદરાડ વાળા તથા ઉપપ્રમુખ તરીકે પટેલ રસિકભાઇ ભોળાભાઇ જુના બાકરપુર , મંત્રી તરીકે પટેલ રાજેશકુમાર જશુભાઇ બાલીસણા , સહમંત્રી પટેલ મુકેશભાઇ કાળીદાસ ઉંછા , ખજાનચી પટેલ નરેન્દ્રભાઈ માધવદાસ પોગલુ તથા આ.ઓડીટર તરીકે પટેલ જગદીશભાઇ કેશાભાઇ કમાલપુર વાળા ની સર્વાણુમત્તે નિમણુંક કરવા આવી હતી
તો નવા ટ્રસ્ટી ઓની પણ નિમણુંક કરવામા આવી હતી જેમા પટેલ ગોરધનભાઈ ભગવાન ભાઇ પોગલુ , પટેલ ધર્મેશભાઇ રસિકભાઇ અમીનપુર , પટેલ કિરીટભાઇ ગોપાળદાસ કમાલપુર , પટેલ મહેન્દ્રભાઇ સાંકળ દાસ પલ્લાચર , રસિકભાઇ ભોળાભાઇ જુના બાકરપુર ની નિમણુંક કરવામા આવી હતી
જીલ રાવલ સાબરકાંઠા
