
ચાલુ બાઇકે મજરા ની મહિલા ના ગળા માંથી સોનાના દોરાની ચોરી
પ્રાંતિજ ના પુનાદરા પાસે બાઇક ઉપર જઇ રહેલ મહિલા ના ગળા માંથી સોનાના દોરાની ચોરી
– બાઇક ઉપર આવેલ બે ઇસમો ચાલુ બાઇકે સોનાનો દોરો ચોરી રફુચક્કર
– સવાતોલા ૬૦,૦૦૦ રૂપિયા ના દોરાની ચોરી
– મહિલા દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા બે અજાણ્યા દોરા ચોર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લા ના મજરા-તલોદ રોડ ઉપર આવેલ પ્રાંતિજ તાલુકા ના પુનાદરા-કરોડ ડેમ નજીક બાઇક ઉપર જઇ રહેલ મહિલા ના ગળા માંથી ચાલુ બાઇકે સોનાના દોરાની ચોરી બાઇક ઉપર આવેલ બે અજાણ્યા ઇસમો દોરો ચોરીને લઈ જતા મહિલા દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા બે અજાવ્યા દોરા ચોરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી
પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના મજરા ખાતે રહેતા તેજલબેન અર્જુન સિંહ મકવાણા કે તેવોના પિતા ના ધરેથી તેવોના પિતાની બાઇક પાછળ બેસીને તેવોની સાસરી પોતાના ધરે મજરા ખાતે જતા હતા તે દરમ્યાન તલોદ-મજરા રોડ ઉપર પુનાદરા ગામના બસસ્ટેન્ડ થી આગળ કરોલ ડેમ પાસે અજાવ્યા બે ઇસમો નંબર પ્લેટ વગરની બાઇક લઇ પાછળ થી આવી તેજલબેન ના ગળામા પહેરેલ સોનાનો દોરો સુર્યદેવના પેન્ડલ વાળો સવાતોલા જેની કિંમત ૬૦,૦૦૦ જે બાઇક પાછળ બેઠેલ ઇસમે આંચકી તોડી લઇ ભાગી જતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા તેજલબેન અર્જુનસિંહ મકવાણા રહે.મજરા તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા દ્રારા અજાણ્યા બે દોરા ચોર સામે ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૩૦૪(૨),૫૪ મુજબ ગુનોનોધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ જઈ.એલ.વાધેલા દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે
જીલ રાવલ સાબરકાંઠા