પ્રાંતિજ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત
– હોળી ધુળેટી ના ત્રીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે
– જોગણી માઇ મંડળ દ્વારા દર વર્ષ ની જેમ સાંસ્કૃતિક કાર્યક્રમો ની સાથે માતાજીની જાતર થાય છે
સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ યંત્ર યુગમાં યથાવત છે અને હોળી ધુળેટી ના ત્રીજા દિવસે માતાજીની જાતર ની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે














પ્રાંતિજ બંબાવાસ ખાતે આવેલ જોગણી માતાનાં મંદિર ખાતે દર વર્ષે હોળી- ધુળેટી ના ત્રીજા દિવસે ધાર્મિક – સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે માતાજીની જાતર થાય છે જયારે વર્ષોથી ચાલી આવતી પરંપરા માં પહેલાં ના જમાનામાં માતાજીની જાતર ની સાથે ભવાઈ સહિત ના કાર્યક્રમો યોજાતાં હતાં જયારે અત્યારે સમય બદલાતા હાલ ધાર્મિક પ્રોગ્રામોની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત માતાજી ની આરતી જાતર યોજાય છે. જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમો માં બાળકોએ ડાન્સ ,નાટક , ગીત , સહિત ના કાર્યક્રમોમાં બંબાવાસ ખાતે રહેતા વડીલો તથા બાળકોએ ભાગ લઇ આવનાર મહેમાનો તથા માતા- પિતા ના દિલ જીતી લીધાં હતાં જયારે પ્રસંગે તાજેતરમાંજ નગરપાલિકા મા ચુટાયેલ વોર્ડ નં-૨ અને વોર્ડ નં-૬ ના ચુટાયેલ કોર્પોરેટરો નુ પણ સ્વાગત કરવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ કુશવ ભાઇ બ્રહ્મભટ્ટ , દર્શિલ ભાઇ દેસાઇ , નિકુંજભાઇ રામી , રસીદખાન સુમરા , મહેશભાઇ મકવાણા , વિપુલભાઈ ભોઇ , સુરેખાબેન મકવાણા , જ્યોત્સના બેન વાધેલા તથા નગરપાલિકાના પૂર્વ મહિલા કોર્પોરેટર દિપ્તીબેન બ્રહ્મભટ્ટ , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ ,નટુભાઈ બારોટ સહિત ઉપસ્થિત રહ્યા હતા તો સમગ્ર કાર્યક્રમ નુ સુંદર આયોજન દિલીપભાઈ મકવાણા , સોમાજી કાળાજી મકવાણા , બુધાજી ભલાજી , તલાજી કાળાજી મકવાણા , મંગાજી ભલાજી મકવાણા , કલ્પેશભાઈ , મુકેશભાઇ , ચંદુજી , નિલેશ ભાઇ સહિત સમ્રગ જોગણી માતા યુવક મંડળ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ
જીલ રાવલ સાબરકાંઠા
