સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBIએ રિયા ચક્રવર્તીને આપી ક્લિનચીટ

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBIએ રિયા ચક્રવર્તીને આપી ક્લિનચીટ

બોલિવુડના દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં CBIએ હવે મોટું પગલું ઉઠાવ્યું છે. મીડિયા મુજબ, CBIએ મુંબઈની કોર્ટમાં સુશાંત સિંહ રાજપૂત કેસનો ક્લોઝર રિપોર્ટ ફાઇલ કર્યો છે. આ સાથે જ CBIએ રિયા ચક્રવર્તી અને તેના પરિવારને પણ ક્લીનચીટ આપી દીધી છે. તમને જણાવી દઈએ કે, એક્ટરનું મોત વર્ષ 2020માં થયું હતું અને તે મુંબઈમાં પોતાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો અને હવે એક્ટરના મોતના લગભગ 4 વર્ષ બાદ CBIએ કોર્ટમાં આ ક્લોઝર રિપોર્ટ ફાઇલ કર્યો છે.

rhea-chakraborty

સુશાંત સિંહ રાજપૂતના મોતને પહેલા આત્મહત્યા માનવામાં આવી હતી, પરંતુ કેટલાક લોકોએ કહ્યું કે તેની હત્યા થઇ છે. એવામાં CBIએ વર્ષ 2020માં તેની તપાસની શરૂઆત કરી હતી. આ કેસમાં દિવંગત એક્ટરની બહેન અને તેના પિતાએ પણ તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર ઘણા આરોપો લગાવ્યા હતા. અહીં સુધી કે રિયા અને તેની નજીકના લોકોએ પણ પોત-પોતાના નિવેદનો નોંધાવ્યા હતા. હવે રિયા અને તેના પરિવારને ક્લીનચીટ આપી દેવામાં આવી છે.

CBIનું કહેવું છે કે, તેમને કોઈ પુરાવા મળ્યા નથી, જેનાથી એ સાબિત થઇ શકે કે સુશાંતને આત્મહત્યા કરવા માટે કોઈએ ફોર્સ કર્યો હતો. તો આ કેસમાં કોઈ ગુનાહિત એંગલ કે ‘ફાઉલ પ્લે’ (ષડયંત્ર) જોવા મળ્યું નથી. AIIMS ફોરેન્સિકની ટીમે પણ હત્યાની સંભાવનાને પણ નકારી દીધી છે અને સોશિયલ મીડિયા ચેટ્સ મોકલીને અમેરિકા મોકલીને પણ તપાસ કરવામાં આવી, જેમાં છેડછાડના કોઈ પુરાવા મળ્યા નથી.

rhea-chakraborty2

તમને જણાવી દઈએ કે, CBIનો ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યા બાદ હવે અંતિ નિર્ણય કોર્ટનો હશે. હવે જોવાનું એ રહેશે કે કોર્ટ આ પરિણામથી સહમત થશે કે પછી તપાસને આગળ વધારવા માટે નિર્દેશ આપી શકે છે. આ સિવાય સુશાંત સિંહ રાજપૂતના પરિવાર પાસે હવે એ ઓપ્શન છે કે તે મુંબઈ કોર્ટમાં ‘પ્રોટેસ્ટ પિટિશન’ દાખલ કરી શકે છે.

error: Content is protected !!