
56.jpg?w=1110&ssl=1)
ડુંગળી વેચનારનો એક પુત્ર ઢોસાકિંગ બની ગયો હતો અને જોતજોતામાં 3000 કરોડનું સામ્રાજ્ય ઉભું કરી દીધું હતું. પરંતુ એક ભૂલને કારણે સામ્રાજ્યનું પતન થઇ ગયું. ઝીરોમાંથી હીરો અને હીરોમાંથી ઝીરો બનેલા રાજગોપાલ પિચાઇની સ્ટોરી જાણો
રાજગોપાલને એક જ્યોતિષે કીધેલું કે અગ્નિ સાથે સંબંધિત બિઝનેસ કરશે તો ફાયદો થશે તો 1981માં ઢોસાની રેસ્ટોરન્ટ ચેન્નઇમાં શરૂ કરી અને સરવણા ભવન નામ રાખ્યું. એ પછી 22 દેશોમાં 112 રેસ્ટોરન્ટ ચેઇન આ નામથી જ શરૂ થઇ. રાજગોપાલ ઢોસાકિંગ તરીકે ફેમસ થઇ ગયા. એ પછી જ્યોતિષીએ કહ્યું કે જીવજ્યોતિ નામની મહિલા સાથે લગ્ન કરવાથી ધનિકોની યાદીમાં સામેલ થઇ શકે છે. જીવજ્યોતિ રાજગોપાલના આસિસ્ટન્ટ મેનેજરની દીકરી હતી. પરંતુ જીવજ્યોતિ પરણિત હતી અને તેણીએ રાજગોપાલની દરખાસ્ત નકારી. આ વાતથી ગુસ્સે થઇને રાજગોપાલે જીવજ્યોતિના પત્ની હત્યા કરાવી દીધી. કોર્ટે આજીવન સજા ફટકારી અને 2019માં રાજગોપાલનું અવસાન થયું. સાઉથમાં અત્યારે ઢોસાકિંગ ફિલ્મ બની રહી છે.