પોલીસથી બચવા પેન્ટમાં જ કરી દેતો હતો શૌચ, પોલીસે આ યુક્તિથી પકડ્યો

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
પોલીસથી બચવા પેન્ટમાં જ કરી દેતો હતો શૌચ, પોલીસે આ યુક્તિથી પકડ્યો

પોલીસથી બચવા માટે બદમાશો વિવિધ યુક્તિઓ અપનાવે છે, પરંતુ એક બદમાશ પોલીસથી બચવા માટે એ સ્તર પર ઉતરી આવતો હતો કે હવે જે પણ તેની ચાલાકી બાબતે સાંભળે છે તેને હસવું આવી જાય છે. દિલ્હીના સદર બજાર પોલીસ સ્ટેશનની પોલીસે એક ગુનેગારને પકડ્યો છે, જે પોલીસના હાથે ચઢતા જ પોતાના પેન્ટમાં શૌચ કરી દેતો હતો. જોકે, આ વખત દિલ્હી પોલીસ સામે આરોપીની ચાલાકી ન ચાલી અને પોલીસે યુક્તિથી આરોપીની ધરપકડ કરી લીધી.

પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે પણ આરોપી પોલીસના હાથે ચઢતો ત્યારે તે પોતાના પેન્ટમાં શૌચ કરી દેતો હતો. તેની આ નાપાક પ્લાનનો હેતુ પોતાને અત્યંત ગંદો અને દુર્ગંધવાળો બનાવવાનો હતો, ત્યારબાદ પોલીસકર્મીઓ પોતે જ નાક પકડીને પાછળ હટી જતા હતા અને તે ફરાર થઈ જતો હતો. ઘણી વખત કોર્ટમાં પણ આરોપીએ આ યુક્તિ અપનાવી હતી.

Potty-Badmash3

પોલીસે જણાવ્યું કે, આ બદમાશનું નામ દીપક છે. નોર્થ DCP રાજા બાંઠિયાએ હસતા આ બદમાશની ગુના કરવાની રીત બાબતે જણાવ્યું કે, દીપક નામના કુખ્યાત ગુનેગાર સામે 10 કરતા વધુ કેસ નોંધાયેલા છે. આ ગુનેગાર ઘણી વખત આ જ રીતે ભાગી ચૂક્યો હતો. જેવી જ પોલીસ તેને પકડે કે તરત જ તે ડર્ટી પ્લાન એક્ટિવ કરી દેતો હતો. તે ત્યારબાદ જે હાલત બનતી, તે પોલીસ જ જાણે છે.

જોકે, આ વખત પોલીસે પણ આશ્ચર્યજનક ચાલ રમી હતી અને ચતુરાઈ બતાવતા આરોપી દીપકને પકડી લીધો. જ્યારે તે પકડાયો અને તેની જૂની હરકતનું પુનરાવર્તન કર્યું, ત્યારે પોલીસકર્મી પહેલા જ માસ્ક અને ગ્લવ્સ પહેરીને તૈયાર હતા. આ વખત બદમાશ લાંબા સમય સુધી તેની દુર્ગંધનો સહારો ન લઇ શક્યો અને જેલના સળિયા પાછળ પહોંચી ગયો.

Raj

આરોપીએ ધરપકડ બાદ ખુલાસો કર્યો છે કે, તે ખૂબ મોટો છરાબાજ પણ છે. તે સદર બજાર વિસ્તારમાં છરાબાજી અને મોબાઈલ ચોરીના ઘણા કેસમાં સામેલ હતો. એ સાંભળીને પોલીસ પણ હેરાન રહી ગઇ કે દીપકનો ‘છરી પ્રેમ’ એટલો ગાઢ હતો કે તે હંમેશાં તેને પોતાની પાસે રાખતો હતો. તેણે છરી રાખવાને પોતાને ‘લકી ચાર્મ’ માનતો હતો.  જો કે, હવે જેલમાં આ ‘પોટી બદમાશ’ કદાચ વિચારી રહ્યો હશે કે તે આગામી સમયમાં પોલીસથી બચવા માટે કઈ નવી યુક્તિ અપનાવશે.

દિલ્હીના જથ્થાબંધ બજારોમાં, જ્યાં દરેક પ્રકારનો સામાન મળે છે, ત્યાં ઉત્પાદનો સાથે-સાથે ગેરકાયદેસર સાઇઝની છરીઓના વેચાણથી આ બજારોની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કરી દીધા છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં છરાબાજીમાં મોત થવાનો ગ્રાફ વધ્યો છે અને તેના માટે આર્મ્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે છે. તાજેતરમાં જ પોલીસે, કાર્યવાહી દરમિયાન 14 હજારથી વધુ ગેરકાયદેસર બટનદાર છરીઓ જપ્ત કરી હતી અને છરીઓ સાથે ઘણા લોકોની ધરપકડ પણ કરી હતી. આ છરીઓ ભલે દેખાવમાં આકર્ષક લાગે, પરંતુ તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે અને ગુનેગારોમાં તેની માગ વધી રહી છે.

Leave a Reply

error: Content is protected !!