

કોણ અમીર બનવા નથી માગતું, પરંતુ દરેક વ્યક્તિ લક્ષ્ય સુધી પહોંચે એ જરૂરી નથી. બચત, રોકાણ અને વળતર આ ઉદ્દેશ્યને હાંસલ કરવામાં ઉપયોગી થઈ શકે છે, જેના કારણે નાની-નાની બચત પણ મોટું ફંડ બનાવી શકે છે, પછી વાત ભલે તે શેરબજારમાં રોકાણ કરવાની જ કેમ ન હોય, પરંતુ આ સમયે એક તરફ દુનિયામાં ટ્રેડ વૉર શરૂ થઇ ચૂક્યું છે, તો બીજી તરફ, અમેરિકન શેરબજારોથી લઈને ભારત સહિત તમામ એશિયન બજારોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. રોકાણકારો ડરી ગયા છે અને આ દરમિયાન પ્રખ્યાત પુસ્તક ‘રિચ ડેડ, પુઅર ડેડ’ના લેખક રોબર્ટ કિયોસાકીએ પોતાની એક પોસ્ટના માધ્યમથી જણાવ્યું કે, આજ ડરને કારણે ગરીબ હંમેશાં ગરીબ રહી જાય છે. તેમની આ સોશિયલ મીડિયા પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે.
રિચ ડેડ, પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકીએ સોમવારે પોતાના X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતા મોટી વાત કહી છે. તેમણે પોતાની લાંબી-લચાક પોસ્ટમાં આગળ લખ્યું કે, ગરીબ લોકો ગરીબ કેમ રહે છે? આપણામાંથી મોટાભાગના લોકોએ FOMO બાબતે સાંભળ્યું જ હશે. તેનું આખું નામ હોય છે ‘ફિયર ઓફ મિસિંગ આઉટ’, છતા ગરીબ લોકોના ગરીબ રહેવાનું મુખ્ય કારણ FOMM છે એટલે કે ભૂલો કરવાનો ડર. પ્રખ્યાત લેખકે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે, ઇતિહાસનો સૌથી મોટો અવસર અહીં છે, ક્રિપ્ટોકરન્સી-બિટકોઇને દરેક માટે અમીર બનવાનું સરળ બનાવ્યું છે, તેમ છતા FOMM વાળા મોટાભાગના લોકો ઇતિહાસની સૌથી મોટી સંપત્તિ બનાવતા ચૂકી જશે. જો ઈતિહાસના કોઈ સંકેતક છે, તો બિટકોઈનમાં રોકાણ કરનારા FOMO ભીડ, પેઢી દર પેઢી સંપત્તિમાં ઝડપથી વધશે.

રોબર્ટ કિયોસાકી મોટા ભાગે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ગોલ્ડ, સિલ્વર અને બિટકોઈનમાં રોકાણ કરવાની સલાહ આપતા રહે છે અને તેને ભવિષ્યનો સહારો ગણાવે છે. તેમની પોસ્ટમાં, બિટકોઈનમાં રોકાણ કરવાની જગ્યાએ, FOMMવાળી ભીડ આ વર્ષે પણ આ મુખ્ય ક્રિપ્ટોકરન્સી $200kને પાર પહોંચવાની રાહ જોશે અને પછી કહેશે કે ‘બિટકોઈન ખૂબ મોંઘા છે. તેમણે સલાહ આપતા કહ્યું કે, ‘મારા શબ્દો પર ભરોસો ન કરો, જે લોકોને હું ફોલો કરું છું તેમની વાત સાંભળો અને તેમની પાસેથી શીખો. તેમણે એક લિસ્ટ પણ શેર કરી, જેમાં જેફ બૂથ, માઈકલ સેલર, સેમસન મો, મેક્સ કીઝર, ડોનાલ્ડ ટ્રમ્પ, જોર્જ ઓફ ક્રિપ્ટો આર અસ, માર્ક મૉસ, લેરી લેપર્ડ, કેથી વૂડ, રાઉલ પાલ, એન્થની સ્કારામુચી અને અન્ય ઘણાં સામેલ છે. રિચ ડેડ, પુઅર ડેડના લેખકે કહ્યું કે, એખ વખત જ્યારે તમે બિટકોઈનને પ્રેમ કરનારા અને બિટકોઈનને નફરત કરાનારાઓ પાસેથી શીખી લો છો, તો પછી તમારા માટે નિર્ણય લેવો સરળ બની જાય છે.
રોબર્ટે કહ્યું કે, આજના સમયમાં સૌથી સારા સમાચાર એ છે કે સૌથી મહત્ત્વપૂર્ણ ફાયનાન્સિયલ એજ્યુકેશન હવે માત્ર શાળાઓ કે વૉલ સ્ટ્રીટમાંથી મળતું નથી, પરંતુ એકથી એક ચઢિયાતી જાણકારી યુટ્યુબ પર ઉપલબ્ધ છે અને એ પણ મફતમાં. તેમણે લોકોને સલાહ આપી કે FOMM ભીડમાં ન સામેલ થાવ. આ ભીડમાંથી મોટાભાગના લોકો મૂર્ખ નથી, પરંતુ ઘણાં હાઇ એજ્યુકેટેડ પણ છે, છતા આપણી શાળાઓમાં શીખવવામાં આવ્યું છે કે, જે ભૂલો કરે છે તે મૂર્ખ જ છે.

રોબર્ટ કિયોસાકીએ એક ઉદાહરણ આપતા સમજાવ્યું કે, જો બાળક પડતું નથી તો તે ચાલતા કેવી રીતે શીખે છે? જો શાળાના શિક્ષકો બાળકોને ચાલતા શીખવતા તો તેઓ ક્યારેય ચાલી ન શકતા. આજ કારણ છે કે મોટાભાગના શાળાના શિક્ષકો મારા ગરીબ પિતા જેવા છે, ઉચ્ચ શિક્ષિત… પરંતુ ગરીબ. એવામાં હોશિયાર બનો અને પોતાનો ખ્યાલ રાખો.