

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હરિદ્વાર, દેહરાદૂન, નૈનીતાલ અને ઉધમ સિંહ નગર જિલ્લાઓમાં ઘણી જગ્યાઓના નામ બદલી દીધા છે. મુખ્યમંત્રી ધામીએ ઈદના દિવસે જ આ જિલ્લાઓમાં ઘણી જગ્યાઓના નામ બદલી નાખ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ બદલાવો બાદ કહ્યું કે, આ જનભાવના, ભારતીય સંસ્કૃતિ અને વારસાને અનુરુપ બદલાવ કરવામાં આવી રહ્યા છે. આગીમી સમયમાં પણ જનભાવના, ભારતીય સંસ્કૃતિ અને વારસાને અનુલક્ષીને વિવિધ સ્થળોના નામોમાં પરિવર્તન થતા રહેશે. જેથી લોકો ભારતીય સંસ્કૃતિ અને તેના સંરક્ષણમાં યોગદાન આપનાર મહાપુરુષો પાસેથી પ્રેરણા લઈ શકે.

હરિદ્વાર જિલ્લામાં, ઔરંગઝેબપુરનું નામ શિવાજી નગર, ગાઝીવલીનું નામ આર્ય નગર, ચાંદપુરનું નામ જ્યોતિબા ફૂલે નગર, મોહમ્મદપુર જાટનું નામ મોહનપુર જાટ, ખાનપુર કુર્સલીનું નામ આંબેડકર નગર, ઈન્દ્રિશપુરનું નામ નંદપુર, ખાનપુરનું નામ શ્રી કૃષ્ણપુર અને અકબરપુર ફઝલપુરનું નામ વિજયનગર રાખવામાં આવશે.

આ જગ્યાઓના નામ બદલાયા
દેહરાદૂન જિલ્લામાં, મિયાંવાલાનું નામ બદલીને રામજી વાલા, પીરવાલાનું નામ કેશરી નગર, ચાંદપુર ખુર્દનું નામ પૃથ્વીરાજ નગર અને અબ્દુલ્લા નગરનું નામ દક્ષ નગર રાખવામાં આવશે. નૈનીતાલ જિલ્લામાં નવાબી રોડનું નામ બદલીને અટલ માર્ગ અને પંચક્કીથી ITI સુધીના રસ્તાનું નામ ગુરુ ગોલવલકર માર્ગ રાખવામાં આવશે. ઉધમ સિંહ નગરમાં સુલ્તાનપુર પટ્ટી મ્યુનિસિપલ કાઉન્સિલનું નામ બદલીને કૌશલ્યા પુરી રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં 4 જિલ્લાના 17 જગ્યાઓના નામ બદલવામાં આવ્યા છે. દેહરાદૂનનું મિયાવાલાં હવે રામજીવાલા બનશે. નૈનીતાલના નવાબી રોડનું નામ અટલ માર્ગ રાખવામાં આવશે. USનગરની નગર પંચાયતનું નામ પણ બદલાશે. નગર પંચાયત સુલ્તાનપુર પટ્ટી કૌશલ્યા પુરી બનશે. હરિદ્વારનું સલેમપુર શૂરસેન નગર બનશે.