
પ્રાંતિજ ના તાજપુર કુઈ પર સર્વિસ રોડ નુ કામ મંથર ગતીએ ચાલતા વેપારીઓ મા રોષ
- કામને લઈ ને વેપારીઓને ધંધા રોજગાર બંધ રાખવા પડે છે
- બ્રીજ ની બન્ને સાઇડે સર્વિસ રોડ નુ કામ ઝડપી પૂર્ણ કરવા માંગ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના તાજપુર કુઈ પર સર્વિસ રોડ નું મંથર ગતિ કામ ને લઈ ને બ્રીજ ની બન્ને સાઇડે સર્વિસ રોડ ઉપર આવેલ દુકાન માલિકો પરેશાન

પ્રાંતિજ ના તાજપુર કુઈ પર બ્રીજ નીચે છેલ્લા કેટલાય મહિનાઓથી સર્વિસ રોડ નુ મંથર ગતિ કામ ચાલુ છે અને રોડ કોન્ટ્રાક્ટર દ્રારા મંથર ગતીએ કામ કરતા સર્વિસ રોડ ઉપર આવેલ વેપારીઓ ને કામ ને લઈ ને ધંધા રોજગાર ઉપર અસર પડી છે એક બાજુ કામ ચાલુ હોય જેસીબી મશીન થી તોડફોડ કરતા ધુળ કચરો ઉડીનેજ દુકાનો મા જાય છે તો બીજી બાજુ કામ ને લઈ ને વેપારીઓ દુકાનો બંધ રાખતા ધંધોઓ ઉપર માઠી અસર પડી છે અને સર્વિસ રોડ નુ કામ મથરગતીએ ચાલતા અહીંથી અવરજવર કરતા વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે ત્યારે વેપારીઓ જણાવી રહ્યા છે કે સર્વિસ રોડ ની બંન્ને સાઇડ મા સર્વિસ રોડ નુ કામ ઝડપી પૂર્ણ કરવા આવે તેવી લોકમાંગ ઉઠવા પામી
જીલ રાવલ સાબરકાંઠા