

ગુજરાતમાં અત્યારે એવી ગરમી પડી રહી છે જાણે કે આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા હોય. શુક્રવારે ભુજમાં રેકોર્ડ 45.5 ડીગ્રી તાપમાન રહ્યું હતું જે 10 વર્ષ પછી સૌથી વધારે હતું. 29 એપ્રિલ 2014ના દિવસે ભુજમાં 44.4 ડીગ્રી તાપમાન પહોંચ્યું હતું.
ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે, મધ્ય પ્રદેશમાં સર્જાયેલા સાયક્લોનીક સર્ક્યુલેશન અને પાકિસ્તાનીથી આવી રહેલા ગરમ પવનને કારણે ગુજરાતમાં અચાનક ગરમી વધી છે.હવામાન વિભાગે 6 એપ્રિલને રવિવારે 9 જિલ્લામાં હીટવેવનું એલર્ટ આપ્યું છે. જેમાં કચ્છમાં રેડ એલર્ટ છે.રાજકોટ- મોરબીમાં ઓરેંજ એલર્ટ છે અને મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ. પોરબંદર, જુનાગઢનો સમાવેશ થાય છે.
ગુજરાત સરકારે રાજ્યની તમામ શાળાઓમાં પરિપત્ર પાઠવીને પ્રાથમિક શાળાના બાળકોની કાળજી લેવાની સુચના આપી છે.