fbpx

Meta લાવ્યું 2 નવા AI મૉડલ, WhatsApp અને Instagramમાં મળશે ઍક્સેસ, Google અને OpenAIનું વધ્યું ટેન્શન

Spread the love
Meta લાવ્યું 2 નવા AI મૉડલ, WhatsApp અને Instagramમાં મળશે ઍક્સેસ, Google અને OpenAIનું વધ્યું ટેન્શન

Meta CEO માર્ક ઝુકરબર્ગ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. Meta એ તેના કરોડો યુઝર્સ માટે બે નવા AI મોડલ લોન્ચ કર્યા છે. મેટાના આ મોડલ્સના નામ Llama 4 Scout અને  Llama 4 Maverick છે. આ ઉપરાંત, કંપની ટૂંક સમયમાં વધુ બે AI મોડલ રજૂ કરશે.

Meta

મેટાના લેટેસ્ટ AI મોડલને લઈને માર્ક ઝુકરબર્ગ દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ઝુકરબર્ગે લામા 4 વિશે માહિતી આપી છે. માર્ક ઝુકરબર્ગે કહ્યું કે આ AI મૉડલ Googleના Gemini અને OpenAIના ChatGPT 4o સાથે સીધી ટક્કર આપશે.

તમને જણાવી દઈએ કે મેટાનું લામા મૉડલ એક મલ્ટિમોડલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત મૉડલ છે. તે ટેક્સ્ટ, વિડિયો, ઈમેજ અને ઓડિયોમાંથી ડેટાને પ્રોસેસ કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, લામા 4 સ્કાઉટ અને લામા 4 મેવેરિક અત્યાર સુધીના સૌથી અદ્યતન મોડલ છે જે મલ્ટિમોડાલિટી માટે શ્રેષ્ઠ છે. મેટાના આ બે AI મોડલ કરોડો AI યુઝર્સને ઘણા કાર્યોમાં મોટી સગવડ આપવાના છે.

નવા AI મોડલ આ રીતે થશે ડાઉનલોડ 

જો તમે Llama 4 Scout અને Llama 4 Maverick નો ઉપયોગ કરવા માંગો છો, તો અમે તમને જણાવી દઈએ કે તમે તેમને Llama ની વેબસાઈટ અને Hugging Face દ્વારા ડાઉનલોડ કરી શકો છો. કંપની મેટાના આ AI મોડલ્સ માટે WhatsApp, Messenger અને Instagram માં પણ સપોર્ટ આપશે. મતલબ કે હવે યુઝર્સના સોશિયલ મીડિયા અનુભવમાં પણ બદલાવ આવવાનો છે. મેટાએ નવા લોર્જ લેન્ગવેજ મોડલ રજૂ કર્યા છે તેમજ  Llama 4 benhemothને પણ શોકેસ કર્યું છે.

Meta1

તમને જણાવી દઈએ કે Llama 4 Scout એ એક નાનું AI મોડલ છે જે લગભગ 17 બિલિયન પેરામીટર્સ અને 16 એક્સપર્ટ્સ સાથે આવે છે. આ AI મોડલ યુઝર્સને 10 મિલિયન ટોકન કે કોન્ટેસ્ટ વિન્ડો ઓફર સાથે આવે છે. જો આપણે Llama 4 Maverick વિશે વાત કરીએ, તો તે 17 બિલિયન પેરામીટર્સ અને 128 નિષ્ણાતો સાથે રજૂ કરવામાં આવ્યું છે. નવા AI મોડલ્સ અંગે માર્ક ઝુકરબર્ગે કહ્યું કે અમારો ધ્યેય વિશ્વની લીડિંગ AI બનાવવાનો છે.

error: Content is protected !!