
પ્રાંતિજ ખાતે ભાજપ દ્રારા સ્થાપના દિવસ ની ઉજવણી કરવામા આવી
– ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્રારા તેમના કાર્યાલય ખાતે ભાજપ નો ધ્વજ લહેરાવ્યો
– ભાજપ હોદેદારો , આગેવાનો કાર્યકરો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ભાજપ પ્રાંતિજ શહેર મંડલ દ્રારા ભાજપ ના સ્થાપના દિવસ ની ઉજવણી ને લઈ ને ધરે ધરે ભાજપ નો ધ્વજ લહેરાવ્યો હતો તો પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ભાજપ કાર્યકરો સાથે તેમના કાર્યાલય ખાતે ભાજપ નો ધ્વજ લહેરાવી ભાજપ ના સ્થાપના દિવસ ની ઉજવણી કરી



છઠ્ઠી એપ્રિલ ભાજપ સ્થાપના દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે પ્રાંતિજ ખાતે પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્રારા પોતાના કાર્યાલય ખાતે ભાજપ કાર્યકરો આગેવાનો સાથે ભાજપ નો ધ્વજ લહેરાવી ભાજપ ના સ્થાપના દિવસ ની ઉજવણી કરી હતી તો આ પ્રસંગે પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ , પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઇ પંડ્યા , પ્રાંતિજ માર્કેટ યાર્ડ ના ચેરમેન રાજુભાઇ પટેલ , જિગ્નેશભાઇ પંડયા , પૂર્વ ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , ભાજપ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા